- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Matar
- Matar Wildlife Rescue Van Inauguration; Jaipalsingh & Narhari Amin
માતરમાં વન્ય પ્રાણીઓ માટે રેસ્ક્યુ વાનનું લોકાર્પણ:અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંઘે કર્યું લોકાર્પણ; સાંસદ નરહરિ અમીનની ગ્રાન્ટમાંથી ખરીદાઈ વાન
- કૉપી લિંક

ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંઘે માતર રેન્જની પરીએજ ઈકો-ટૂરિઝમ સાઈટ ખાતે વન્ય પ્રાણીઓ માટેની રેસ્ક્યુ વાનનું લોકાર્પણ કર્યું. આ વાન પૂર્વ સંસદ સભ્ય નરહરિ અમીનની એમ.પી.લેડસ. ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી છે. આ પ્રસંગે અમદાવાદના મુખ્ય વ

લોકાર્પણ બાદ 'એક પેડ મા કે નામ 3.0' અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરાયું, જેમાં ડૉ. જયપાલસિંઘે વડનું વૃક્ષ વાવ્યું. તેમણે પરીએજ તળાવ ફરતે વાવેતર અને માતર રેન્જની નર્સરીની મુલાકાત લીધી. સારસ ક્રેન પક્ષીઓનું પણ નિરીક્ષણ કર્યું.

ત્યારબાદ મહેમદાબાદ રેન્જ ખાતે વનકવચ અને નમો વડ વનની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરાયું. મુલાકાત દરમિયાન ડૉ. જયપાલસિંઘે અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફને વન સંરક્ષણ, વૃક્ષારોપણ અને વન્યજીવ સંરક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















