Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

સિંધાલી-રાઠોડપુરા રોડ પર ગરનાળું બેસતાં ટ્રક ફસાઈ:95.29 લાખના કામમાં PCCને બદલે માટી પુરાણનો સ્થાનિકોનો આક્ષેપ, એજન્સી સામે પગલાંની માંગ

તરંગકુમાર રમણભાઈ શર્મા | મહુધા, ખેડા19 દિવસ પેહલા
  • કૉપી લિંક

સિંધાલીથી રાઠોડપુરા (જોઈનિંગ ખૂંટજ) રોડ પર ગરનાળું બેસી જતાં ત્યાંથી પસાર થતી આઈશર ટ્રક ફસાઈ ગઈ. આ રસ્તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 95.29 લાખ રૂપિયાના ખર્ચે બનાવાયો હતો. સ્થાનિકોએ કામમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે.આ ગરનાળું કાજીપુરા ઈદગાહની સામે

.

સ્થાનિકોનો આક્ષેપ છે કે ગરનાળાના પાયામાં સિમેન્ટ-કોંક્રિટનું PCC કામ કરવાને બદલે માટીનું પુરાણ કરાયું હતું. ત્યાર બાદ તેના પર ડામરનો રસ્તો બનાવી કામ પૂરું બતાવાયું હતું. આ કામને કારણે ગરનાળું બેસી ગયું હોવાનો તેમનો દાવો છે.ગ્રામજનોએ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ પાસે કોન્ટ્રાક્ટર કે એજન્સી સામે પગલાં લેવા અને તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. જવાબદાર અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવા અને ગરનાળાનું નવેસરથી કામ કરાવવા પણ રજૂઆત કરી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links