Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

ફલોલી પંચાયતમાં મહિલા સરપંચના પતિનો વહીવટ હોવાના આક્ષેપ:સરપંચના સ્થાને પતિ નિર્ણયો લેતા હોવાની TDOને ફરિયાદ કરાઈ

તરંગકુમાર રમણભાઈ શર્મા | મહુધા, ખેડા21 દિવસ પેહલા
  • કૉપી લિંક

મહુધા તાલુકાના ફલોલી ગામની ગ્રામ પંચાયતના વહીવટ સામે ગંભીર આક્ષેપો થયા છે. મહિલા સરપંચના પતિ દ્વારા વહીવટી સત્તાનો ઉપયોગ થતો હોવાની ફરિયાદ TDO અને DDOને કરાઈ છે.

.

ગ્રામજનોએ રજૂઆત કરી છે કે સરપંચ કાંતાબેન ભીખાભાઈ સોઢાના પતિ ભીખાભાઈ સોઢા પંચાયતના કામકાજમાં દખલગીરી કરે છે. તેઓ સરપંચના સ્થાને નિર્ણયો લે છે અને કેટલાક દસ્તાવેજો પર 'ભીખાભાઈ K.B.S.' તરીકે સહી પણ કરે છે.

આથી, છેલ્લા પાંચ વર્ષના પંચાયતના વહીવટ, ઠરાવ રજિસ્ટર, સરકારી દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની નિષ્પક્ષ તપાસની માગ કરાઈ છે. પતિને કાયદેસર સત્તા છે કે નહીં તેની પણ ચકાસણી કરવા જણાવાયું છે.

આ મામલે સરપંચ કાંતાબેન ભીખાભાઈ સોઢા પરમારે આક્ષેપોને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું કે તેમના પતિ કોઈ વહીવટ કરતા નથી, તેઓ રાજકીય વ્યક્તિ હોવાથી પંચાયતમાં આવતા-જતા હશે. સરપંચ તરીકેના હોદ્દાનો ઉપયોગ તેમણે જ કર્યો છે અને તમામ નિર્ણયો પર તેમની જ સહી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links