Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

મહુધામાં પાલિકા કક્ષાનો સ્વદેશી મેળો શરૂ થયો:ડાકોર રોડ પર ઓર્ગેનિક ઉત્પાદનો અને ગૃહ ઉદ્યોગના સ્ટોલ; પ્રમુખ રૂપેશ રાઠોડે મેળો ખુલ્લો મૂક્યો

તરંગકુમાર શર્મા | મહુધા, ખેડા13 દિવસ પેહલા
  • કૉપી લિંક

મહુધામાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા ડાકોર રોડ પર શ્રીજી કોમ્પ્લેક્સની બાજુમાં પાલિકા કક્ષાનો સ્વદેશી મેળો યોજાયો. પાલિકા પ્રમુખ રૂપેશ રાઠોડ સહિત ભાજપના હોદ્દેદારોએ મેળો ખુલ્લો મૂક્યો.

.

મેળામાં ઓર્ગેનિક શાકભાજી, રોજિંદા વપરાશની ઓર્ગેનિક ચીજવસ્તુઓ અને ગૃહ ઉદ્યોગમાં તૈયાર થતાં વિવિધ પ્રકારનાં અથાણાંના સ્ટોલ લગાવાયા હતા. સ્વદેશી ઉત્પાદનોના અન્ય સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા.

આ મેળો સ્થાનિક ઉત્પાદકો અને ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને પોતાનાં ઉત્પાદનોનું વેચાણ અને પ્રદર્શન કરવાની તક આપે છે.મેળાનું ઉદ્ઘાટન મહુધા નગરપાલિકાના પ્રમુખ રૂપેશ રાઠોડ અને ઉપપ્રમુખ અશફાક મલેક સહિત ભાજપના હોદ્દેદારોએ કર્યું હતું.

આ પ્રસંગે ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિક્રમ તળપદા, મહુધા શહેર ભાજપ પ્રમુખ પંકજ ત્રિવેદી, શહેર બક્ષીપંચ મોરચાના મહામંત્રી હિરેન બારોટ, શહેર લઘુમતી મોરચાના પ્રમુખ મહંમદ શહેજાદ મલેક અને ખેડા જિલ્લા ભાજપ કારોબારી સભ્ય મધુભાઈ રબારી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links