Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા:મહુધાના છ ગામોમાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયું, ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા

તરંગકુમાર શર્મા | મહુધા, ખેડા17 દિવસ પેહલા
  • કૉપી લિંક

મહુધા તાલુકાનાં છ ગામોમાં ૩૦ ઓક્ટોબરે ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ હતી. સવારે ૮:૩૦ વાગ્યે ખેડૂતોને બનાસકાંઠાના ભીલડીમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું.

.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તાનું વર્ચ્યુઅલ માધ્યમથી વિતરણ કરાયું હતું. આ હપ્તાની રકમ દેશ અને રાજ્યના લાખો ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ડીબીટી મારફતે જમા થઈ હતી.

મહુધા તાલુકાનાં મહીસા, હેરંજ, સાપલા, નાની ખડોલ, મીનાવાડા અને વડથલમાં જીવંત પ્રસારણનું આયોજન કરાયું હતું.

મહીસામાં સરપંચ સુનિતાબેન રોહિત અને તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. સાપલામાં જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન ગૌતમસિંહ ચૌહાણ અને ટીડીઓ જ્યોતિબેન દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

વડથલમાં ખેડા જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ મિસ્ત્રી સહિત આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links