Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

મહુધામાં ખુલ્લી ગટર ચેમ્બરમાં ગાય ખાબકી:ફીણાવ ભાગોળ નજીક મુખ્ય રસ્તા પર લાંબા સમયથી ખુલ્લી હતી ચેમ્બર, જેસીબીથી બહાર કઢાઈ

તરંગકુમાર શર્મા | મહુધા, ખેડા21 દિવસ પેહલા
  • કૉપી લિંક

મહુધા-ડડુસર રોડ પર ફીણાવ ભાગોળ નજીક ભૂગર્ભ ગટરની ખુલ્લી ચેમ્બરમાં એક ગાય ખાબકી હતી. મુખ્ય રસ્તાની વચ્ચે બનેલી આ ઘટનાથી રાહદારીઓમાં દોડધામ મચી ગઈ હતી. સમયસર લોકોની નજર પડતાં જેસીબીની મદદથી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી.

.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ ચેમ્બર ઘણા સમયથી ખુલ્લી હતી. નગરપાલિકા દ્વારા તેને ઢાંકવા કે સુરક્ષા માટે કોઈ પગલાં લેવાયા ન હતા. આ ઘટનાએ મહુધા નગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

ખુલ્લી ચેમ્બર માત્ર પશુઓ માટે જ નહીં, વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ જોખમી છે. ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનો ભય રહે છે. લોકોમાં નગરપાલિકાની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટના બાદ નગરપાલિકા તાત્કાલિક ખુલ્લી ચેમ્બર બંધ કરાવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. રખડતા પશુઓની સમસ્યા પર પણ કાર્યવાહીની અપેક્ષા છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links