Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

મહુધા કોંગ્રેસે સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી:સરદાર પટેલની 151મી જન્મજયંતિ અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિએ કાર્યક્રમ યોજાયો

તરંગકુમાર શર્મા | મહુધા, ખેડા16 દિવસ પેહલા
  • કૉપી લિંક

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ ઊજવી અને દેશનાં પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે મહુધા તાલુકા કોંગ્રેસ સમિતિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. બંને નેતાઓનાં તૈલચિત્ર સમક્ષ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં.

.

કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય નટવરસિંહ ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ ભોજાણી, ખેડા જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ પરેશભાઈ ચૌહાણ, મહુધા તાલુકા પંચાયતના દંડક દીપકભાઈ મકવાણા, સદસ્ય અરવિંદભાઈ અને જિલ્લા આરજીપીએસ પ્રમુખ મુકેશભાઈ સોઢા હાજર રહ્યા હતા. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આગેવાનોએ સરદાર પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટેના યોગદાનને યાદ કર્યું હતું. ઇન્દિરા ગાંધીના દેશના વિકાસમાં યોગદાન, સાહસિક નિર્ણયો અને સિદ્ધિઓને પણ યાદ કર્યાં હતાં.

બંને નેતાઓના વિચારો અને આદર્શોને અનુસરીને રાષ્ટ્રસેવા માટે કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links