Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

બારૈયાની મુવાડીમાં સાક્ષરતાનું પ્રમાણ 100 ટકાથી વધુ:1200ની વસ્તી ધરાવતા ગામમાં બે યુવકોએ પાયલોટ અને પીએચડીની સિધ્ધિ મેળવી છે

મહુધા21 દિવસ પેહલા
  • કૉપી લિંક

મહુધા તાલુકાના બારૈયાની મુવાડી ગામમાં ગ્રામજનોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને ગામના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દ્વારા વિવિધ કામગીરી હાથ ધરાઈ છે.અંદાજે 1,200ની વસ્તી ધરાવતા આ ગામમાં આવનારા દિવસોમાં રૂ.25 લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયત ઘર બનાવ

.

મહુધા-ડાકોર રોડ પર મિરઝાપુર સ્ટેન્ડથી કપરૂપુર થઈ બારૈયાની મુવાડી ગામમાં પહોંચી શકાય છે.ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ગામમાં થોડા સમય પહેલાં જ શાળાનું નવીન મકાન તૈયાર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ગામમાં વર્ષોથી ગટરલાઇનની સમસ્યા હતી,જેનું તાજેતરમાં ગ્રામ પંચાયત દ્વારા કાયમી નિરાકરણ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. સ્થાનિક ધારાસભ્ય અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ગ્રાન્ટમાંથી રૂ.7 લાખના ખર્ચે નવીન ગટરલાઇન નાખવામાં આવી છે.

હવે આ ગટરલાઇન ઉપર નવા સીસી રોડ બનાવવાની કામગીરી પણ હાથ ધરાશે. શૈક્ષણિક અને વ્યવસાયિક ક્ષેત્રે પણ ગામના લોકોએ આગવી ઓળખ ઊભી કરી છે.ગામના હરદેવસિંહ રાઠોડ ખાનગી કંપનીમાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે.

મહેન્દ્રસિંહ સોઢાએ ઇકોલોજીકલ સ્ટડીઝ ઓફ હિંગોળગઢ સેન્ચ્યુરીમાં પીએચડીની પદવી મેળવી છે,જ્યારે ચિરાગ સોઢા એમબીબીએસ થયા છે. પોલીસ વિભાગમાં ગામના બે એએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યા છે.જ્યારે 8 નિવૃત્ત એએસઆઈ અને ચાર નિવૃત્ત પીએસઆઈ પણ ગામનું ગૌરવ વધારે છે.

ગામના યુવાનો ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરે છે મહુધા તાલુકાના બારૈયાની મુવાડી ગામમાં આશરે 1200ની વસ્તી વચ્ચે સાક્ષરતાનો દર 100 ટકા હોવાની વિશેષતા જોવા મળે છે.ગામના યુવાનો શિક્ષણનું મહત્વ સમજી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.

શિક્ષણ પ્રત્યેની જાગૃતિ ગામની આગવી ઓળખ બની છે. બીજી તરફ ગામના મોટા ભાગના યુવાનો સહિત ગ્રામજનો વ્યસનથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત છે.યુવાનો પોતાના પરિવારનું ગૌરવ વધારવા તેમજ ગામના વિકાસમાં યોગદાન આપવા પ્રયત્નશીલ છે.

ગામના વિકાસ માટે સરપંચનું આયોજન મહિલા સરપંચ સહગુણાબેન રાઠોડે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ગામને રૂ.25 લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયત ઘર મળશે. ગટરલાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ ગામના મુખ્ય રસ્તાઓ સીસી રોડથી સજ્જ કરવાની યોજના છે. ગ્રામજનોને વધુ સારી સુવિધાઓ મળે તે માટે પંચાયત સતત પ્રયત્નશીલ છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links