- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Mahudha
- Kapadvanj Nai Samaj Meeting; New Office Bearers Appointed | Narendrabhai Sharma
કપડવંજ નાઈ સમાજે સાત સમિતિઓ બનાવી:નરેન્દ્રભાઈ શર્માના નિવાસસ્થાને બેઠક યોજાઈ; નવા હોદ્દેદારોને જવાબદારી સોંપી
- કૉપી લિંક

કપડવંજ 42 જૂથ નાઈ સમાજની કારોબારી બેઠક નરેન્દ્રભાઈ મોહનભાઈ શર્માના નિવાસસ્થાને યોજાઈ હતી. સમાજનું સંગઠન મજબૂત કરવા અને સામાજિક-શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે સાત સમિતિઓ બનાવવામાં આવી હતી.

બેઠકમાં મુખ્ય સમિતિ, મહિલા ઉત્કર્ષ સમિતિ, યુવા ઉત્કર્ષ સમિતિ, શિક્ષણ સમિતિ, એક્ઝિક્યુટિવ સમિતિ, મીડિયા અને સોશિયલ મીડિયા સમિતિ તથા લીગલ સમિતિ બનાવવામાં આવી હતી. હોદ્દેદારો અને સભ્યોને જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

મુખ્ય સમિતિના પ્રમુખ તરીકે સંજયભાઈ શર્મા અને મહિલા ઉત્કર્ષ સમિતિના પ્રમુખ તરીકે શોભનાબેન ધીરુભાઈની નિમણૂક કરવામાં આવી હતી.

બેઠકમાં પ્રમુખ સંજયભાઈ શર્મા, ઉપપ્રમુખ જશુભાઈ શર્મા, મંત્રી રાજેન્દ્રકુમાર શર્મા, પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત શર્મા, ગોરધનભાઈ શર્મા, મહેશભાઈ પારેખ, જયંતીભાઈ શર્મા અને યોગેશભાઈ પારેખ સહિત કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

આગામી કાર્યક્રમોનું આયોજન, નવા હોદ્દેદારોની નિમણૂક અને સમાજના સર્વાંગી વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















