- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Mahudha
- Finav Mahudha Christian Community Gathering | Sanjaysinh Mahida News
ફિણાવમાં ખ્રિસ્તી સમાજનો ગાયનટોળી મેળાવડો યોજાયો:રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાની હાજરીમાં ભાઈચારા અને એકતાનો સંદેશ અપાયો
- કૉપી લિંક

મહુધા તાલુકાના ફિણાવ ગામે ખ્રિસ્તી સમાજ દ્વારા ગાયનટોળી મેળાવડો યોજાયો. CSLD નડિયાદ દ્વારા આયોજિત આ મેળાવડામાં ૨૨થી વધુ ગામોની ભજન મંડળીઓએ ભાગ લીધો. ધ સાલ્વેશન આર્મીના ૬૦૦થી વધુ સભ્યોની હાજરીમાં ભજન-કીર્તન દ્વારા ધાર્મિક વાતાવરણ બન્યું.

ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા. તેમણે ખ્રિસ્તી સમાજના લોકોને શુભેચ્છા આપી. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો.

આ પ્રસંગે મહુધા તાલુકા પંચાયતના પ્રમુખ દિશાંત શાહ, નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મીનેશ પટેલ અને કેડીસીસી બેંકના ડિરેક્ટર નિલેશભાઈ પટેલ પણ ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા.

વિવિધ ગામોની ભજન મંડળીઓએ સંગીતમય પ્રસ્તુતિઓ દ્વારા પ્રભુની મહિમા ગાઈ. આ મેળાવડાથી પરસ્પર પ્રેમ, સહકાર અને ભાઈચારાની ભાવના મજબૂત બની. કાર્યક્રમમાં ચંદ્રિકાબેન સ્ટીવનભાઈના જન્મદિવસની પણ ઉજવણી કરાઈ.



ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















