Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

ચોરી -અકસ્માતના ભય વચ્ચે ટીડીઓ સમક્ષ સમારકામની માગ:અલીણામાં અંધાર પટ્ટ,બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવવા તાલુકા સદસ્યની રજૂઆત

મહુધા8 દિવસ પેહલા
  • કૉપી લિંક

મહુધા તાલુકાના સૌથી મોટા ગામ અલીણામાં છેલ્લા ઘણા સમયથી મુખ્ય માર્ગો સહિત આંતરિક રસ્તાઓ પરની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે અંધારપટ છવાઈ જાય છે.

.

દિવાળીના તહેવાર દરમિયાન પણ ગામમાં અંધકારની સ્થિતિ યથાવત્ રહેતા આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા મહુધા તાલુકા પંચાયતના સદસ્ય દિપકકુમાર મકવાણાએ ટીડીઓને લેખિત રજૂઆત કરી છે.

અલીણા ગામ મહુધા તાલુકાનું સૌથી મોટું ગામ છે.ગામના મુખ્ય માર્ગો તેમજ આંતરિક વિસ્તારોમાં આવેલી સ્ટ્રીટ લાઈટો લાંબા સમયથી બંધ હોવાથી રાત્રિના સમયે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને અંધકારના કારણે ચોરી અને માર્ગ અકસ્માત જેવી ઘટનાઓનો ભય પણ વધી રહ્યો છે.હાલ દિવાળીના પર્વની ઉજવણીનો માહોલ છે ત્યારે ધંધા- રોજગાર અને નોકરી અર્થે અન્ય સ્થળોએ રહેતા અનેક પરિવારો પોતાના વતન તહેવારની ઉજવણી કરવા આવી રહ્યા છે.આવા સમયે ગામના રસ્તાઓ પર અંધારું છવાયેલું રહેવું દુઃખદ બાબત હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

સ્થાનિક સ્તરે આ અંગે રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.જેના પગલે તાલુકા પંચાયત સદસ્ય દિપકકુમારે ટીડીઓને ગામની વસ્તી અને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને બંધ સ્ટ્રીટ લાઈટો તાત્કાલિક રિપેર કરાવી ચાલુ કરાવવા માંગ કરી છે.આ માટે સંબંધિત અધિકારી અથવા લાઈનમેનને યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links