- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Mahudha
- Cow Fell Into Open Drain On Dadusar Road, Mahudha: Rescued With JCB
નગરપાલિકા તંત્ર અને બેદરકાર પશુપાલકો સામે ભારે રોષ:મહુધાના ડડુસર રોડ પર ખુલ્લી ગટરમાં ગાય ખાબકી : જેસીબીથી રેસ્ક્યુ કરાઈ
- કૉપી લિંક
મહુધા-ડડુસર રોડ પર આવેલ ફીણાવ ભાગોળ નજીક આજે એક કરુણ અને તંત્રની લાલિયાવાડી છતી કરતી ઘટના સામે આવી છે.મુખ્ય રસ્તાની વચ્ચોવચ છેલ્લા ઘણા સમયથી ખુલ્લી પડેલી ભૂગર્ભ ગટરની ચેમ્બરમાં ગાય ખાબકતાં વિસ્તારમાં અરેરાટી સાથે ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સ્થાનિક રાહદારીઓના જણાવ્યા અનુસાર મહુધા-ડડુસર જેવા વ્યસ્ત માર્ગ પર ફીણાવ ભાગોળ પાસે ભૂગર્ભ ગટરની આ ચેમ્બર છેલ્લા ઘણા સમયથી ખુલ્લી હાલતમાં જોખમી રીતે પડી રહી હતી. આ અંગે પાલિકા તંત્રને જાણ હોવા છતાં કોઈ જ નક્કર કામગીરી કરાઇ નહોતી.
આજે અચાનક ચરતી-ચરતી પસાર થઈ રહેલી ગાય આ ખુલ્લી ચેમ્બરમાં ખાબકી હતી. ગાયના અવાજ અને ધડાકા સાથે રાહદારીઓનું ધ્યાન જતાં લોકોના તોળેટોળાં ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ધોરણે નજીકથી જેસીબી મશીન બોલાવી કલાકોની કસરત બાદ ગાયને ગટરની બહાર સલામત કાઢવામાં આવી હતી.
આ ઘટના બાદ સ્થાનિકોમાં બેવડો રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ મહુધા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે,જે અકસ્માત સર્જાય ત્યાં સુધી કુંભકર્ણ નિદ્રામાં છે. બી જી તરફ સ્વાર્થ પૂરો થઈ ગયા બાદ પોતાના ઢોરને રસ્તા પર રેઢિયાળ છોડી દેતાં પશુપાલકો સામે પણ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















