Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

મહુધામાં હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો મામલો:પતિએ પત્નીને યુરિયા પીવડાવ્યા બાદ મોઢામાં કપડાનો ડૂચો મારી દીધો હતો

મહુધા25 દિવસ પેહલા
  • કૉપી લિંક

મહુધામાં સગર્ભા પત્નીની હત્યા કરી તેને આપઘાતમાં ખપાવવાના મામલામાં હાલમાં પતિ અને જેઠની મહુધા પોલીસે અટક કરી છે, હજી સાસુ અને જેઠાણી ફરાર છે. પત્નીની હત્યાનો ફુલ પ્રુફ પ્લાન મિતુલે કર્યો હતો અને ઘરમાં પડેલી 500 એમએલની કોથળી સગર્ભા પત્નીને પીવડાવી પત્ન

.

મિતુલે પત્નીને નેનો યુરિયા પીવડાવીને પછી તે બૂમો ન પાડે કે પ્રતિકાર ન કરે કે બચી ન જાય તે માટે તેના મોઢામાં કપડાંનો ડૂચો નાખી દીધો હતો. જેથી 15 થી 20 મિનીટમાં જ અરૂણાબેનનું મોત થયું હતું હાલમાં આ ડબલ મર્ડર કેસમાં મહુધા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

મહુધામાં અરૂણાબેન મિતુલભાઇ સોઢાએ કરેલાં આપઘાત પ્રકરણમાં પિયરીયાઓએ મૃત્યુને લઇને પહેલાં જ આશંકા વ્યક્ત કરી હતી અને બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મામલો આપઘાત નહીં પણ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું. જોકે, સગર્ભા પત્નીની હત્યા કરનાર પતિ મિતુલે સમગ્ર મામલાને આપઘાતમાં ખપાવવા માટેના પૂરતા પ્રયાસ કર્યા હતા.

મિતુલને એમ કે અરૂણાબેનના મૃત્યુ બાદ તેમને ટૂંપો દઇશ તો પણ પીએમમાં મોતનું કારણ હેંગિંગ જ આવશે પણ એણે હત્યા કરવા માટે અરૂણાબેનને જે અડધો લીટરની કોથળીમાંથી નેનો યુરિયા પીવડાવ્યું હતું તેની હાજરી પણ શરીરમાં મળી આવશે અને તેમાં જ તેનો ભાંડો ફૂટશે તેની તેણે ગણતરી નહોતી કરી.

ઘટનાના સમયે પોતે બહાર હતો સહિતના અનેક બહાના તેણે પોતાના બચાવ માટે કર્યા પણ અંતે પીએમ રિપોર્ટ, ટેક્નિકલ સર્વેલન્સે બે નિર્દોષ જીવોની હત્યા કરનાર મિતુલને પકડી પાડ્યો હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links