Mon, Nov 16, 2026Updated 02:42 PM IST
Google Preferred Source CTA

કપડવંજ વોર્ડ 2માં રોડ અધૂરો, ગટરના ગંદા પાણી રસ્તા પર:મહંમદ અલી ચોકથી આદમપુરા સુધી રહીશો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકો પરેશાન

અલ્તાફહુસેન શેખ | કપડવંજ, ખેડા23 દિવસ પેહલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના કપડવંજમાં વોર્ડ નંબર 2ના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. મહંમદ અલી ચોકથી ઘાંચીવાડા થઈ આદમપુરા સુધીના રસ્તાનું કામ લાંબા સમયથી અધૂરું છે.

.

એક તરફ રોડનું કામ બંધ છે, તો બીજી તરફ તૂટેલી ગટર લાઈન અને ઉભરાતી ગટરોના કારણે ગંદાં પાણી રસ્તા પર ફરી વળ્યાં છે.

આના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ સહિત અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલી પડે છે. ધાર્મિક સ્થળોએ જતા લોકોને પણ હાલાકી વેઠવી પડે છે.

સ્થાનિકોની માંગ છે કે રોડનું અધૂરું કામ તાત્કાલિક પૂરું કરવામાં આવે અને તૂટેલી ગટર લાઈનનું સમારકામ કરી ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.

રહીશો સવાલ કરી રહ્યા છે કે નગરપાલિકા અને કોર્પોરેટરો આ સમસ્યા પ્રત્યે ક્યારે ગંભીરતા દાખવશે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links