- Gujarati News
- Local
- Gujarat
- Junagadh
- Keshod Koyalana Leopard Attack; Farmer Critically Injured | Fear Among Farmers
કેશોદના કોયલાણા ગામે ખેડૂત પર દીપડાનો હુમલો:ગંભીર રીતે ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયા, દીપડાને 24 કલાકમાં પાંજરે પૂરવા માંગ
- કૉપી લિંક

જુનાગઢ જિલ્લામાં હિંસક પ્રાણીઓના હુમલા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામમાં દીપડાના આતંકને કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત ગ
દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ગંભીરસિંહ રાયજાદાએ જણાવ્યું હતું કે તેઓ ખેતીવાડીનું કામ કરતા હતા ત્યારે અચાનક દીપડો આવીને સીધો ચોંટી ગયો હતો, કારણ કે તેમની વાડી રસ્તાને કાંઠે છે અને રસ્તામાંથી બારોબાર આવતા દીપડો સીધો ચોંટી ગયો હતો.અગાઉ દીપડો અવારનવાર આવતો હોવાની વાતો થતી હતી, પરંતુ તેનો ભેટો થતો ન હતો અને રાતનો આવતો હોવાથી માણસો ઓછા જતા હતા. આ દીપડો મોટો છે અને હુમલો કર્યા બાદ તે ગેલાણા-રેવદ્રાણીના રસ્તાની નજીક નદી જાય છે તે નદીમાં પાછો વહી ગયો હતો. અગાઉ એક-બે વખત રાત્રે આવ્યો હતો અને આ ઘટના લગભગ 10 વાગ્યા પછી બની હોવાનું તેમણે જણાવી દીપડાને તાત્કાલિક પકડી લેવામાં આવે તો સારું નહિતર બધાને હેરાન કરશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
કોયલાણા ગામના વતની ખુમાણસિંહ રાયજાદાએ જણાવ્યું હતું કે વાડીએ ઓચિંતો દીપડો આવીને ભાઈ ઉપર હુમલો કરેલો છે અને સવારમાં આ બનાવ બન્યો છે. તેમના જણાવ્યા મુજબ, દીપડો વારંવાર આવી રીતે આવી ચડે છે અને અગાઉ રાતના સમયે બહુ ખ્યાલ ન આવતો હોવાથી જાણ નહોતી કરી, પરંતુ આજે ભાઈ ઉપર હુમલો કર્યો છે. તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને વિનંતી કરી કે પાંજરું મૂકીને તાત્કાલિક આ દીપડાને પકડવામાં આવે જેથી બીજા કોઈનો જીવ ન લઈ શકે. તેઓ પહેલા સરકારી હોસ્પિટલે ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સાંગાણી હોસ્પિટલે આવ્યા હોવાનું જણાવી તેમણે કહ્યું કે ખેતરે જવામાં બહુ મુશ્કેલી પડે છે, અત્યારે ખેતરે કોઈ જતું નથી અને પાક સુકાઈ જાય તેવી પરિસ્થિતિ છે, તેથી આ છેલ્લા 15-20 દિવસથી ચાલી રહેલી સમસ્યા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
ઈજાગ્રસ્તના સગા બળભદ્રસિંહ રાયજાદાએ જણાવ્યું હતું કે તેમના કાકા ગંભીરસિંહ વાડીએ કામ કરતા હતા ત્યારે દીપડાએ ઓચિંતો હુમલો કર્યો છે અને મોઢા ઉપર હુમલો કરેલ છે. તેમના જણાવ્યા મુજબ, લગભગ 15-20 દિવસથી આવો બનાવ બનતો હતો, પણ રાતના સમયે ખબર ન પડતી કે દીપડો છે કે શું છે, અને આજે વહેલી સવારે લગભગ 9 વાગ્યા આસપાસ દીપડાએ હુમલો કર્યો છે. આ પહેલાં પાણખાણની સીમમાં પણ લગભગ દીપડાને એવું બધું હતું. તેમણે માંગ કરી કે વહેલી તકે 24 કલાકમાં આ દીપડાને પકડી પાડવામાં આવે જેથી બીજા કોઈ વ્યક્તિને જાનહાની ન થાય અને ઉમેર્યું કે ખેતરે જવામાં મુશ્કેલી પડે છે કારણ કે ખેતર પાછળ એવી જગ્યામાં આવેલું છે જ્યાં અવારનવાર જનાવર ચડી આવતા હોય છે.
















