Mon, Nov 16, 2026Updated 02:08 PM IST
Google Preferred Source CTA

જૂનાગઢ RTO દ્વારા નવી વાહન નંબર સિરીઝની જાહેરાત:GJ-11-CS, CQ અને VV સિરીઝ માટે 16 એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે

જુનાગઢ2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

જૂનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહનોના નંબરની નવી સિરીઝ માટે ઈ-ઓક્શનની જાહેરાત કરવામાં આવી છે. નોન ટ્રાન્સપોર્ટ ટુ-વ્હીલર માટે GJ-11-CS, ફોર વ્હીલર માટે GJ-11-CQ અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ-11-VV સિરીઝના બાકી રહેલા નંબરોનું રી-ઓક્શન કર

.

રજિસ્ટ્રેશન પ્રક્રિયા 16 એપ્રિલ 2025ના રોજ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને 19 એપ્રિલ સાંજે 4 વાગ્યે પૂર્ણ થશે. ઈ-ઓક્શન 19 એપ્રિલથી 21 એપ્રિલ સુધી ચાલશે. ગોલ્ડન નંબર માટે ટુ-વ્હીલરની ફી રૂ.8,000 અને ફોર વ્હીલરની ફી રૂ.40,000 નક્કી કરાઈ છે. સિલ્વર નંબર માટે ટુ-વ્હીલરની ફી રૂ.3,500 અને ફોર વ્હીલરની ફી રૂ.15,000 રહેશે. અન્ય સામાન્ય નંબરો માટે ટુ-વ્હીલરની ફી રૂ.2,000 અને ફોર વ્હીલરની ફી રૂ.8,000 રાખવામાં આવી છે.

ઈચ્છુક વાહન માલિકોએ https://fancy.parivahan.gov.in પર નોંધણી કરાવવાની રહેશે. વાહનના સેલ ઇન્વોઇસ કે વીમાની તારીખથી 7 દિવસમાં અરજી કરવાની રહેશે, જે 60 દિવસ સુધી માન્ય ગણાશે. હરાજી પૂર્ણ થયાના 5 દિવસમાં બિડ રકમ જમા કરાવવાની રહેશે. જો નાણાં ન ભરાય તો બેઝ પ્રાઈસ જપ્ત કરાશે. અસફળ અરજદારોને તેમના નાણાં નેટ બેંકિંગ કે કાર્ડ દ્વારા SBI-EPay મારફતે પરત કરવામાં આવશે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links