- Gujarati News
- Local
- Gujarat
- Jamnagar
- Tribal Pride Day Celebration Folk Dance Showcasing Tribal Culture
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું લોકનૃત્ય:વિદ્યાર્થીઓનું સન્માન, બિરસા મુંડાને ભાવભેર શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ
- કૉપી લિંક

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જામજોધપુરના કડવા પટેલ સમાજ ખાતે જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, જિલ્લા કલેક્ટર પી.બી
આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, અંગ્રેજ શાસનના અન્યાય સામે આદિવાસી સમાજને સંગઠિત કરનાર બિરસા મુંડાનું જીવન સાહસ અને રાષ્ટ્રસેવાની પ્રેરણા આપે છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરીએ જળ, જમીન અને જંગલ બચાવવા માટે બિરસા મુંડાએ છેડેલા આંદોલનને યાદ કર્યું હતું.
કાર્યક્રમમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તથા અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર આદિજાતિ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. ઉપરાંત, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું પરંપરાગત લોકનૃત્ય, યોજનાકીય ડોક્યુમેન્ટરી ફિલ્મ અને વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
તા. 12થી 18 નવેમ્બર દરમિયાન ઉજવાઈ રહેલા જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ કંચનબેન ગૌસ્વામી, પ્રાંત અધિકારી એસ.જે. અસવાર, નાયબ ડીડીઓ વિરલ માકડિયા સહિતના પદાધિકારીઓ અને આદિવાસી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















