- Gujarati News
- Local
- Gujarat
- Jamnagar
- The Sweet Revolution Of The Progressive Farmer Of Lalpur
લાલપુરના પ્રગતિશીલ ખેડૂતની મધુર ક્રાંતિ:1500 મધમાખી પેટી થકી વર્ષે 15 થી 20 લાખની કમાણી
- કૉપી લિંક
પરંપરાગત ખેતીની સાથે પૂરક વ્યવસાય અપનાવીને આર્થિક સમૃદ્ધિના દ્વાર કેવી રીતે ખોલી શકાય, તેનું જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ જામનગર જિલ્લાના લાલપુરના પ્રગતિશીલ ખેડૂત હરસુખભાઈ ખીમજીભાઈ ભીમાણીએ પૂરું પાડ્યું છે.
હરસુખભાઈ છેલ્લા 15 વર્ષથી મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવી રહ્યા છે. હાલ તેમની પાસે મધમાખીની 1,500 જેટલી કોલોની (પેટી) છે, જેના માધ્યમથી તેઓ દર વર્ષે 15થી 20 ટન જેટલું શુદ્ધ મધ ઉત્પાદન કરીને વાર્ષિક રૂ. 15થી 20 લાખની માતબર આવક મેળવી રહ્યા છે.
મધના વેચાણની સુવ્યવસ્થિત પદ્ધતિ મુજબ, હરસુખભાઈ છૂટક બજારમાં રૂ. 500 પ્રતિ કિલોના ભાવે મધનું સીધું વેચાણ કરે છે, જ્યારે સ્થાનિક ટ્રેડર્સને રૂ. 200થી 250 પ્રતિ કિલોના જથ્થાબંધ ભાવે મધ પૂરું પાડે છે. મધ ઉત્પાદન ઉપરાંત તેઓ અન્ય ખેડૂતોને મધમાખીની પેટીઓ ભાડે આપીને પણ વધારાની આવક રળે છે, જેમાં પ્રતિ પેટી એક માસનું ભાડું રૂ. 1,500 સુધી લેવામાં આવે છે.
ખાસ કરીને દાડમ, ટેટી અને તરબૂચ જેવા બાગાયતી પાકો તેમજ શિયાળામાં જીરું સહિતના રોકડિયા પાકોમાં પરાગનયન (પોલિનેશન) માટે ખેડૂતો આ પેટીઓ ભાડે રાખે છે. ખેતરમાં મધમાખીઓની હાજરીથી ફૂલોનું ફલીનીકરણ સારું થતા પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે, તેમજ બાગાયતી અને અન્ય પાકોમાં રોગ-જીવાત પર પણ કુદરતી નિયંત્રણ રહે છે.
મધમાખી ઉછેર વ્યવસાયમાં ઋતુ અને ફૂલોની ઉપલબ્ધતા મુજબ સ્થળાંતર (માઈગ્રેશન) અત્યંત આવશ્યક હોય છે. આ વર્ષે સ્થાનિક વિસ્તારમાં ઓછા વરસાદના કારણે મધમાખીઓને પૂરતો ખોરાક અને રાખવા માટે અનુકૂળ જગ્યા ન મળતા, હરસુખભાઈએ તમામ 1,500 મધમાખીની પેટીઓ ઉત્તર પ્રદેશના મથુરા ખાતે બોરના ખેતરોમાં સ્થળાંતરિત કરી છે. કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ, મહેનત અને કોઠાસૂઝથી લાલપુરના આ ખેડૂતે અન્ય ધરતીપુત્રો માટે સફળતાનો નવો રાહ ચીંધ્યો છે.
બી-વેનમ થેરાપીથી, 500થી વધુ વા-સંધિવાના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપીને રોગમુક્ત કરવામાં આવ્યા... જામનગર સ્થિત મધમાખી ઉછેર કેન્દ્ર ખાતે આયુર્વેદના જ્ઞાન અને અનુભવના સમન્વયથી અનોખી સામાજિક સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને વા-જન્ય બીમારીઓ (આર્થરાઈટિસ)થી પીડાતા ગુજરાતના દર્દીઓને સંપૂર્ણ રોગમુક્તિ મળે તેવા ઉમદા હેતુથી અહીં મધમાખીના ઝેર દ્વારા બી-વેનમ થેરાપી આપવામાં આવે છે. આ કેન્દ્ર ખાતે અત્યાર સુધીમાં અંદાજે 500થી વધુ દર્દીઓને સંપૂર્ણ નિઃશુલ્ક બી-વેનમ થેરાપી આપીને અસાધ્ય દુખાવામાંથી મુક્તિ અપાવવાની સેવાકીય પ્રવૃત્તિ અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે.
સુવર્ણપ્રાશનથી રોગપ્રતિકારક કવચ આયુર્વેદના જ્ઞાન અને મધમાખી ઉછેરકેન્દ્રના શુદ્ધ ઓર્ગેનિક મધનો ઉપયોગકરી ‘કામધેનુ દિવ્ય ઔષધિ મહિલાસહકારી મંડળી’ દ્વારા સુવર્ણપ્રાશનતૈયાર કરાય છે. પુષ્ય નક્ષત્રના દિવસેદેશભરની વિદ્યાભારતી શિશુ મંદિરશાળાઓના 6 માસથી 12 વર્ષનાબાળકોને આ આયુર્વેદિક ઈમ્યુનાઈઝેશનઅપાય છે. આ ઉમદા અભિયાન હેઠળઅત્યાર સુધીમાં દેશના 1 લાખથી વધુબાળકોને આવરી લેવાયા છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















