- Gujarati News
- Local
- Gujarat
- Jamnagar
- Legal Rights Guided The Formation Of An Internal Committee
કાર્યસ્થળે જાતીય સતામણીના નિવારણ:કાયદાકીય અધિકારો-આંતરિક સમિતિની રચનાનું માર્ગદર્શન આપ્યું
- કૉપી લિંક

કાર્યસ્થળે મહિલાઓ માટે સુરક્ષિત, સન્માનજનક અને ભેદભાવમુક્ત વાતાવરણનું નિર્માણ કરવું એ માત્ર કાયદાકીય જવાબદારી જ નહીં, પરંતુ દરેક સંસ્થા અને કર્મચારીની નૈતિક ફરજ પણ છે. આ હેતુને કેન્દ્રમાં રાખીને સમાણા એરફોર્સ સ્ટેશનમાં કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણ
આ કાર્યક્રમમાં જામનગરનાં એડવોકેટ તથા ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી એડવોકેટ કાજલ પંડ્યાને કાયદાકીય નિષ્ણાત તરીકે ઉપસ્થિત રહ્યા હતાં કાર્યક્રમમાં અંદાજે 50થી 55 એરફોર્સના જવાનો, સાર્જન્ટ, સમાણા કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો, અન્ય કર્મચારીઓ તથા એરફોર્સ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રિસાઇડિંગ ઓફિસર નંદિનીએ ઉપસ્થિત મહેમાનો અને સહભાગીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે કાર્યક્રમના હેતુ અને તેની ઉપયોગિતા અંગે માહિતી આપી એડવોકેટ કાજલ પંડ્યાનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ એડવોકેટ કાજલ પંડ્યાએ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પોકસો એકટ 2013 અંગે સરળ, સ્પષ્ટ અને વ્યવહારૂ ભાષામાં વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે આ કાયદો બનાવવાની પૃષ્ઠભૂમિ તેનો ઇતિહાસ, કાયદાકીય માળખું, મુખ્ય જોગવાઈઓ, કાર્યસ્થળે જાતીય સતામણીના વિવિધ સ્વરૂપો તથા ફરિયાદ નિવારણની પ્રક્રિયા વિશે સમજ આપી હતી તેમજ કાર્યસ્થળે જાતીય સતામણી માત્ર શારીરિક વર્તન પૂરતી મર્યાદિત નથી, અયોગ્ય ટિપ્પણીઓ, અનિચ્છનીય વર્તન અને કાયદામાં વ્યાખ્યાયિત અન્ય પ્રકારના આચરણ પણ પરિસ્થિતિ અનુસાર જાતીય સતામણીની વ્યાખ્યામાં આવી શકે છે.
દરેક કર્મચારીએ પોતાના અધિકારો અને જવાબદારીઓ અંગે જાગૃત રહેવું જોઈએ. કાર્યશાળા દરમિયાન વિવિધ કેસ સ્ટડી અને વ્યવહારૂ ઉદાહરણો દ્વારા સહભાગીઓને કાયદાની જોગવાઈઓ સમજાવવામાં આવી હતી.
કાર્યસ્થળે કોઈ અયોગ્ય ઘટના બને તો કઈ રીતે યોગ્ય પગલાં લેવા, ફરિયાદ નિવારણની વ્યવસ્થા કેવી રીતે કાર્ય કરે છે અને અસરગ્રસ્ત મહિલાને કાયદા હેઠળ કઈ રીતે સહાય મળી શકે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતિમ તબક્કામાં પ્રશ્નોત્તરીનું આયોજન કરાયું હતું અને ઉપસ્થિત સહભાગીઓએ વિવિધ કાયદાકીય અને વ્યવહારૂ પ્રશ્નો પૂછ્તા કાજલ પંડ્યાએ જવાબો આપ્યા અને એરફોર્સ સ્ટેશનના કેપ્ટન રંજને કાજલ પંડ્યાનું ભેટ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.
શાળા અને કોલેજો, હોસ્પિટલો સહિત જામનગરની તમામ સંસ્થાઓને આંતરિક સમિતિની રચના કરવા અપીલ... શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, સરકારી અને ખાનગી કચેરીઓ, ઉદ્યોગો, ફેક્ટરીઓ તથા અન્ય સંસ્થાઓમાં કાર્યરત મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું અત્યંત જરૂરી છે. જામનગર જિલ્લામાં આવેલી શાળાઓ, કોલેજો, ઉદ્યોગો, ફેક્ટરીઓ અને અન્ય સંસ્થાઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાની સંસ્થામાં લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓની સમીક્ષા કરે અને જો હજુ સુધી આંતરિક સમિતિની રચના કરવામાં આવી ન હોય તો તાત્કાલિક કાયદા અનુસાર તેની રચના કરવી જોઇએ.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















