Mon, Nov 16, 2026Updated 02:07 PM IST
Google Preferred Source CTA

જામનગરની ખેલાડીની વેસ્ટ ઝોન મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી:સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ટીમની કેપ્ટન હવે ટીમ ઈન્ડિયાની સ્ટાર બેટરની આગેવાનીમાં રમશે

જામનગર9 કલાક પેહલા
  • કૉપી લિંક

ક્રિકેટની નગરી તરીકે જાણીતા જામનગરની રમતગમત પરંપરામાં વધુ એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. પુરુષ ક્રિકેટમાં દેશને અનેક દિગ્ગજો આપ્યા બાદ હવે મહિલા ક્રિકેટ ક્ષેત્રે પણ જામનગરની દીકરીઓ રાષ્ટ્રીય અને ઝોનલ સ્તરે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહી છે.

.

આ ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવતા જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની સિનિયર મહિલા ક્રિકેટર નેહા ચાવડાની વેસ્ટ ઝોન મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થતાં સમગ્ર જામનગર ક્રિકેટ જગતમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

ચાલુ સિઝનમાં સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળીને નેહા ચાવડાએ મેદાન પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેમની આક્રમક આગેવાની, શિસ્તબદ્ધ રમત અને સતત સારા દેખાવે પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું, જેના પરિણામે વેસ્ટ ઝોનની ટીમમાં તેમને સ્થાન મળ્યું છે.

આગામી 21 નવેમ્બરથી નેહા ચાવડા વેસ્ટ ઝોનની ટીમ સાથે જોડાશે. આ ઝોનલ ટુર્નામેન્ટ ઓડિશાના કટક ખાતે રમાનાર છે. આ ટુર્નામેન્ટમાં નેહા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ માંધાનાની આગેવાની હેઠળ વેસ્ટ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.

નેહાની આ સફળતા પાછળ વર્ષોની સખત મહેનત, નિયમિત પ્રેક્ટિસ અને ક્રિકેટ પ્રત્યેનો સમર્પિત અભિગમ રહેલો છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહ્યાં છે.

જામનગરના દિગ્ગજ ક્રિકેટરો અને તેમનું ઐતિહાસિક યોગદાન ભારતીય ક્રિકેટમાં જામનગરનું યોગદાન સુવર્ણ અક્ષરે લખાયેલું છે. ક્રિકેટના પિતામહ જામ રણજીતસિંહજી અને દુલીપસિંહજીના નામ પરથી આજે પણ દેશની પ્રતિષ્ઠિત રણજી અને દુલીપ ટ્રોફી રમાય છે. મહાન ઓલરાઉન્ડર વિનુ માંકડના નામે અંડર-19 ટ્રોફી રમાય છે, તો પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા સલીમ દુરાની પણ જામનગરની જ દેન છે. 90ના દાયકાના સ્ટાર અજય જાડેજાથી લઈ વર્તમાન વિશ્વકક્ષાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સુધીના દિગ્ગજોએ આંતરરાષ્ટ્રીય સ્તરે જામનગરનું નામ રોશન કર્યું છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links