Mon, Nov 16, 2026Updated 01:40 PM IST
Google Preferred Source CTA

જામનગરમાં મેડિકલ બોક્સ સાથે ચિનૂક હેલિકોપ્ટરે ઉડાન ભરી:કુદરતી આફત કે કટોકટીમાં રાહત અને બચાવ કામગીરીની તૈયારીનું નિદર્શન

જામનગર2 કલાક પેહલા
  • કૉપી લિંક

જામનગરના આકાશમાં CH-47 ચિનૂક હેલિકોપ્ટર લાલ પ્લસ (+)ના નિશાનવાળું મેડિકલ બોક્સ લટકાવીને ઉડતું જોવા મળ્યું હતું. 17થી 19 નવેમ્બર દરમિયાન યોજાનારી ‘સહાયતા સેતુ’ મેગા મોકડ્રિલ પહેલાં આ કવાયત કરવામાં આવી હતી.

.

આ કવાયત દ્વારા કુદરતી આફત કે કટોકટીમાં રાહત અને બચાવ કામગીરીની તૈયારીનું નિદર્શન કરાયું હતું. પૂર, ભૂકંપ કે અન્ય આપત્તિમાં રસ્તા બંધ થાય અથવા વાહનો અસરગ્રસ્ત વિસ્તાર સુધી ન પહોંચી શકે, ત્યારે હેલિકોપ્ટરથી દવાઓ, તબીબી સાધનો અને રાહતસામગ્રી પહોંચાડી શકાય છે.

‘સહાયતા સેતુ’ મોકડ્રિલમાં વિવિધ બચાવ અને રાહત એજન્સીઓ વચ્ચે સંકલન, તાત્કાલિક મદદ અને અસરગ્રસ્ત વિસ્તારો સુધી જરૂરી સામગ્રી પહોંચાડવાની વ્યવસ્થાની ચકાસણી થશે. મેડિકલ બોક્સ સાથે ઉડતા ચિનૂક હેલિકોપ્ટરને જોવા માટે જામનગરવાસીઓમાં કુતૂહલ જોવા મળ્યું હતું.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links