Thu, Nov 26, 2026Updated 08:46 PM IST
Google Preferred Source CTA

શંકર ટેકરી ઉદ્યોગનગરમાં બે આખલા બાખડ્યાં:રસ્તા પર પાર્ક કરેલા વાહનોમાં ભારે નુકસાન, વિસ્તારમાં અફરાતફરી મચી

જામનગર3 કલાક પેહલા
  • કૉપી લિંક

જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર આવેલા શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં બે આખલા બાખડ્યા હતા. જેથી વિસ્તારમાં અફરાતફરી મચી હતી. આખલાઓની લડાઈ દરમિયાન રસ્તા પર પાર્ક કરેલી કારો અને અન્ય વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ

.

આખલાઓ દોડાદોડી કરી મુકતા રાહદારીઓમાં ભય ઉદ્યોગનગર વિસ્તારમાં અચાનક બે આખલા સામસામે આવી જતાં તેમની વચ્ચે લાંબા સમય સુધી જોરદાર લડાઈ ચાલી હતી. આખલાઓ રસ્તા પર દોડાદોડી કરી મુકતા આસપાસથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિક લોકોનાં ટોળાં પણ એકઠાં થઈ ગયાં હતાં અને આખલાઓને છૂટા પાડવાના પ્રયાસો કર્યા હતા.

કોઈ વ્યક્તિને ઈજા ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો આખલાઓની લડાઈમાં રસ્તા પર પાર્ક કરેલી કારો સહિતનાં વાહનોમાં ગોબા પડી ગયા હતા અને નુકસાન થયું હતું. જોકે, કોઈ વ્યક્તિને ઈજા ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ, જાહેર રસ્તાઓ પર રખડતાં ઢોરના વધતા ત્રાસને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા તંત્ર દ્વારા રખડતાં ઢોરને પકડવામાં આવે તેવી માગ ઊઠી છે.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links