- Gujarati News
- Local
- Gujarat
- Jamnagar
- For The First Time In The City, Steel Dinnerware Sets Will Be Available For Free Use At Social Events.
સરાહનીય પહેલ:શહેરમાં પ્રથમ વખત સામાજિક પ્રસંગોએ જમણવાર માટે સ્ટીલના વાસણોના સેટ ફ્રીમાં વાપરવા મળશે
- કૉપી લિંક

આજના સમયમાં લગ્નપ્રસંગ, જન્મદિવસ કે અન્ય સામાજિક મેળાવડાઓમાં ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક અને થર્મોકોલની ડિશ, ગ્લાસ તથા ચમચીનો વપરાશ ખૂબ જ વધી ગયો છે.
જમણવાર પૂરો થયા બાદ આ પ્લાસ્ટિક અને થર્મોકોલનો કચરો ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે, જેના કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે અને અબોલ પશુઓ સહિત સમગ્ર જીવસૃષ્ટિને ભયંકર નુકસાન પહોંચે છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે પ્લાસ્ટિક છોડો-પર્યાવરણ બચાવો.. સ્ટીલના વાસણ અપનાવોના સૂત્ર સાથે ધરોહર શ્રી વાસણ બેંક દ્વારા એક પ્રેરણાદાયી સેવા શરૂ કરવામાં આવી છે.
ધરોહર શ્રી વાસણ બેંક અંતર્ગત કોઈપણ વ્યક્તિ પોતાના ઘરે યોજાતા સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં જમણવાર માટે સ્વચ્છ રીતે ગોઠવેલા સ્ટીલના વાસણોના સેટ મેળવી શકશે. આ સેટમાં થાળી, વાટકી, ગ્લાસ અને ચમચીનો સમાવેશ થાય છે. આ પહેલનો મુખ્ય હેતુ ડિસ્પોઝેબલ કચરાને શૂન્ય સુધી લઈ જવાનો અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
સ્ટીલના વાસણોમાં ભોજન કરવાના સ્વાસ્થ્યવર્ધક ફાયદા મળે છે જેમાં સ્ટેનલેસ સ્ટીલ એક અક્રિયાશીલ ધાતુ છે. તે ગરમ કે ખાટા ભોજન સાથે કોઈ રાસાયણિક પ્રતિક્રિયા કરતી નથી, તેથી ખોરાકમાં કોઈ ઝેરી તત્વો ભળતા નથી.
પ્લાસ્ટિક કે કાચની તુલનામાં સ્ટીલના વાસણો તૂટતા કે ફૂટતા નથી અને લાંબા સમય સુધી ચાલે છે. સ્ટીલના વાસણો પર ચીકાશ કે એસિડની કોઈ ખરાબ અસર થતી નથી, જેથી તેને ધોવા અને સાફ રાખવા ખૂબ જ સરળ છે. ગરમ ખોરાક પ્લાસ્ટિકના વાસણમાં લેવાથી હાનિકારક કેમિકલ શરીરમાં જાય છે, જ્યારે સ્ટીલ સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત છે.
સામાજિક પ્રસંગે પર્યાવરણના જતન માટે સ્ટીલના વાસણોનો સેટ મેળવવા ઈચ્છતા નાગરિકો નીચે મુજબના સંચાલકોનો સંપર્ક કરી શકે છે. જેમાં અમિતસિંહ જાડેજા મો. 90990 81313, નવીન ડી. કોઠારી મો. 94262 57258, અજય કોટેચા મો. 9898160840, શરદ એમ. શેઠ મો. 9898160840નો સંપર્ક કરી શકાશે.આધાર કાર્ડ આપી એક ફોર્મમાં બાહેંધરી આપી વિના મૂલ્યે આપવામાં આવશે અને પ્રસંગ પૂર્ણ થયા બાદ પરત આપવાના રહેશે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















