Mon, Nov 16, 2026Updated 02:07 PM IST
Google Preferred Source CTA

દિવાળી ગઈ, છતાં ખાતામાં પૈસા ન આવતાં જોડિયાના ખેડૂતોમાં રોષ:તહેવાર પહેલાં ચૂકવણીના દાવા પોકળ સાબિત થતાં હાલત કફોડી

જામનગર9 કલાક પેહલા
  • કૉપી લિંક

ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરતી સરકાર સામે હવે ખુદ ધરતીપુત્રોમાં જ ભારે નારાજગી જોવા મળી રહી છે. દુષ્કાળગ્રસ્ત જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા અને હડીયાણા સહિતના ગામોના ખેડૂતોએ સરકારની રાહત સહાયની જાહેરાત સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

.

સરકાર દ્વારા ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 8,500 અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રૂ. 17,000 ની સહાય જાહેર કરવામાં આવી હતી. દિવાળી પહેલાં જ ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ જમા કરાવી દેવાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ દિવાળીનો તહેવાર પૂર્ણ થયા બાદ પણ સહાય ન મળતાં ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.

લીંબુડા ગામના ખેડૂત પ્રવીણભાઈ નાગપરાએ સરકારની જાહેરાત સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, સહાય માટેની ઓનલાઇન અરજી અને ચૂકવણીની પ્રક્રિયા અંગે તંત્ર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. માત્ર જાહેરાતો કરીને ખેડૂતોને ભ્રમમાં રાખવામાં આવે છે.

હડીયાણા ગામના રોષિત ખેડૂત મનીષભાઈ સોનગરાએ જણાવ્યું હતું કે, દિવાળી આવીને જતી રહી છતાં પણ હજુ સુધી સહાયના પૈસા મળ્યા નથી. સરકાર ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયા માફ કરી દે છે, પરંતુ જ્યારે ખેડૂતોને સહાય આપવાની વાત આવે છે ત્યારે વાંધા પડે છે.

સરકારે રૂ. 8,500ની જાહેરાત કરીને ખેડૂતોની કોણીએ ગોળ ચોપડી દીધો છે. દુષ્કાળગ્રસ્ત જામનગર જિલ્લાના ખેડૂતોએ એકસૂરે માંગ કરી છે કે સરકાર માત્ર કાગળ પર જાહેરાતો કરવાને બદલે તાત્કાલિક અસરથી ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા કરાવે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links