- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Una
- Petition Submitted To Collector On Issues Of Religious Conversion And Safety Of Women
ધર્માંતરણ અને મહિલાઓની સુરક્ષાના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર અપાયું:તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગણી
- કૉપી લિંક
ગીર સોમનાથ જિલ્લામાં ધર્માંતરણ અંગેની ફરિયાદો, મહિલાઓને લાલચ, છેતરપિંડી કે દબાણપૂર્વક સંબંધોમાં ફસાવવાના મુદ્દાઓ તેમજ ખાનગી રહેણાક મકાનોમાં મજાર અને પીરની સ્થાપના કરી જમીનના સંભવિત દુરુપયોગના મામલે તાત્કાલિક તપાસ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવે
આવેદનપત્ર માં રજૂઆત કરવામાં આવી હતી કે જિલ્લામાં આવી પ્રવૃત્તિઓ અંગે મળતી ફરિયાદોની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.
ખાનગી રહેણાક મકાનોમાં ઊભાં કરાયેલાં ધાર્મિક બાંધકામોની કાયદેસરતા, જમીનના ઉપયોગના નિયમો તથા તેના માટે મળતી નાણાકીય સહાયના સ્ત્રોતની તપાસ કરવામાં આવે.
આ ઉપરાંત આર્થિક રીતે નબળા પરિવારોને કોઈ લાલચ, દબાણ કે છેતરપિંડીથી આવી પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં આવ્યા છે કે કેમ તેની તપાસ કરવા તેમજ દીકરીઓ અને મહિલાઓને ખોટી ઓળખ કે બળજબરીથી સંબંધોમાં ફસાવવાના કિસ્સાઓમાં ભોગ બનનારની ઓળખ ગુપ્ત રાખી કાયદેસર સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી હતી.
તપાસમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ, જમીન પચાવી પાડવી, નાણાકીય ગેરરીતિ કે કાયદાનું ઉલ્લંઘન સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ પોલીસ, મહેસૂલ અને વહીવટી તંત્ર દ્વારા સંકલન સાથે નિયમિત દેખરેખ રાખવા રજૂઆત કરાઈ હતી.
આ આવેદનપત્ર આપતી વખતે મયંકભાઈ જોષી, એડવોકેટ રામજીભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















