- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Una
- Khodiyar Garbi Mandal Cultural Event In Motha Village | Una Fundraising
મોઠા ગામમાં ખોડિયાર ગરબી મંડળ સુરત દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજ્યો:નિરાધાર અને આર્થિક રીતે પછાત પરિવારના સમૂહ લગ્ન માટે અને અન્ય સેવાકીય કાર્ય માટે ફંડ વપરાય
- કૉપી લિંક

13 નવેમ્બર 2026ની રાત્રે 9 વાગ્યે ઉના તાલુકાના મોઠા ગામના ગરબીચોકમાં શ્રી ખોડિયાર ગરબી મંડળ, સુરતે દ્વારા કૃષ્ણ લીલા, રાસ ગરબા, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો. હરેશસિંહ ભીમભા ગોહિલે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં ગામના લોકો ક

બંસીગીરીબાપુ અને તપસ્વીબાપુના આશીર્વાદથી તથા ભગવાન રણછોડરાય દ્વારકાધીશના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો હતો. મંડળ નાની બાળાઓ દ્વારા ચાલે છે અને સુરત તથા સૌરાષ્ટ્રનાં ગામોમાં તેની ઓળખ છે.

મંડળ 27 વર્ષથી કાર્યરત છે. કાર્યક્રમમાંથી મળતું ફંડ માતા-પિતા વિનાની દીકરીઓ અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓનાં સમૂહ લગ્ન તેમજ અન્ય સેવાકાર્યોમાં વપરાય છે. કોરોના કાળમાં પણ મંડળે સેવાકાર્યો કર્યાં હતાં.

આયોજક અને તેમના પરિવારના સભ્યો રાવતસિંહ લખમણભા ગોહિલ, ભીખુભા એભાજી ગોહિલ, કરસનભા દાદાજી ગોહિલ તથા ગામના આગેવાનોએ મંડળના પ્રમુખ હરેશભાઈ કવાદ, રાહુલભાઈ બારિયા અને મંડળના સ્ટાફનું સન્માન કર્યું. તેમણે મંડળને આર્થિક સહયોગ પણ આપ્યો.

સ્થાનિક પોલીસ સ્ટાફ અને સ્વયંસેવકોએ કાર્યક્રમ દરમિયાન હાજરી આપી અને આયોજનમાં સહયોગ કર્યો. કાર્યક્રમનું સંચાલન ગંભીરસિંહ ગોહિલે કર્યું.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















