Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

મોઠા ગામના બુટેશ્વરી માતાજી મંદિરે પાટોત્સવ યોજાયો:લાભપાંચમે પૂજા, યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો; 75 યુનિટ રક્ત એકત્ર થયું

નીતિનભાઈ દવે | ઉના2 દિવસ પેહલા
  • કૉપી લિંક

ઉના તાલુકાના મોઠા ગામમાં રાવલ નદીના કિનારે આવેલા શ્રી બુટેશ્વરી માતાજીના મંદિરે 14 નવેમ્બર, શનિવારે લાભપાંચમ નિમિત્તે પાટોત્સવ અને રક્તદાન કેમ્પ યોજાયો. કેમ્પમાં આશરે 75 યુનિટ રક્ત એકત્ર થયું.

.

કાર્યક્રમની શરૂઆત સવારે 7 વાગ્યે પૂજા, ધ્વજારોહણ અને પાટોત્સવ યજ્ઞથી થઈ હતી. સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાયો. સવારે 11 વાગ્યે મહાપ્રસાદ અને બપોરે 1:30 વાગ્યે દાતાઓના સન્માન સમારોહ સહિતના સામાજિક કાર્યક્રમો યોજાયા.

ડાંગોદરા પરિવાર દ્વારા સંચાલિત શ્રી બુટેશ્વરી માતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટનું સૂત્ર ‘એકતા, સમર્પણ, શ્રદ્ધા અને સહયોગ’ છે. ડાંગોદરાપરિવારના સભ્યોએ પોતાની શક્તિ પ્રમાણે આર્થિક સહયોગ આપી અને આ પાવન કાર્યના સહભાગી બને છે આ સહયોગ માત્ર આર્થિક સહયોગ નહીં પરંતુ પરિવારની એકતા માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને સામૂહિક સમર્પણ નું પ્રતીક છે.

મહાપ્રસાદના મુખ્ય દાતા અંબાડાના વતની અને હાલ ભાવનગરમાં રહેતા કુલદીપ છગનલાલ ડાંગોદરાએ રૂ. 1,41,000નું અનુદાન આપ્યું હતું. ધ્વજારોહણના મુખ્ય દાતા વિશાલભાઈ નારણભાઈ ડાંગોદરાએ રૂ. 41,000નું અનુદાન આપ્યું હતું. અને કાર્યક્રમના અંતે દાતાઓ અને મંદિરના પાયાના પથ્થર સમાન વડીલોનું તથા ગામના યુવાનો જે દરેક કાર્યક્રમમાં યાદી આપી અને સહકાર આપે છે તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આયોજનમાં ટ્રસ્ટના પ્રમુખ તથા ઉપપ્રમુખ અને તમામ ટ્રસ્ટી ગણો અને સમાજના કાર્યકરો અને ડાંગોદરા પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો. પરિવારના 3000 જેટલા સભ્યોએ માતાજીના પાટોત્સવના દર્શન કર્યા અને પ્રસાદ ગ્રહણ કરી અને ધન્યતા અનુભવી હતી.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links