- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Una
- Gir Gadhada Farm Fire: Groundnut Crops Destroyed In Nava Ugala Village
નવા ઉગલામાં મગફળીના પાલામાં ભીષણ આગ:બે ખેડૂતોના 18 વિઘા ખેતરમાં પથરાયેલા પાલા બળીને ખાખ, અજાણ્યા શખ્સોએ આગ લગાડી હોવાની આશંકા
- કૉપી લિંક

ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામની સીમમાં આવેલા બે ખેડૂતોના ખેતરમાં મગફળીના પાલામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા શખ્સોએ આગ લગાડી હોવાની આશંકા વચ્ચે બંને ખેતરોમાં અંદાજે 18 વિઘામાં પથરાયેલા મગફળીના પાલા બળીને ખાખ થઈ ગયા હતા. બનાવને પગલે

બે ખેડૂતોના ખેતરને નુકસાન પ્રાપ્ત વિગતો મુજબ, નવા ઉગલા ગામમાં રહેતા ગૌરવભાઈ ચતુરભાઈ ગોરચીયાના ખેતરમાં 10 વિઘાના મગફળીના પાલા અને બટુકભાઈ રણછોડભાઈ ગોરચીયાના ખેતરમાં 8 વિઘાના મગફળીના પાલામાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ બંને ખેડૂતોના પરિવારજનો તાત્કાલિક ખેતરે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.

અજાણ્યા શખ્સોએ આગ લગાડી હોવાની આશંકા ખેડૂતોએ મહેનત કરીને તૈયાર કરેલા મગફળીના પાલા ગણતરીની કલાકોમાં બળીને ખાખ થઈ જતાં તેમને મોટું નુકસાન થયું હતું. બીજી તરફ, રાત્રિના સમયે ખેતરમાં કોઈ અજાણી વ્યક્તિ ચાલી ગઈ હોય તેવા પગલાંના નિશાન પણ જોવા મળ્યા હતા. આથી કોઈ અજાણ્યા શખ્સોએ જાણીજોઈને આગ લગાડી હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગીર ગઢડા પોલીસે તપાસ હાથ ધરી ઘટનાની જાણ કરવામાં આવતાં ગીર ગઢડા પોલીસ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ખેતરમાં જોવા મળેલા પગલાંના નિશાન સહિતની વિગતોને આધારે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















