Mon, Nov 16, 2026Updated 02:25 PM IST
Google Preferred Source CTA

ગીર ગઢડાના નાના સમઢિયાળામાં રહેણાક મકાનમાં આગ:ઘાસચારાના 700થી 800 પૂળા બળીને ખાખ, દિવાળીના ફટાકડાથી આગ લાગી હોવાની આશંકા

જયેશ ગોંધિયા | ઉના7 દિવસ પેહલા
  • કૉપી લિંક

ગીર ગઢડા તાલુકાના નાના સમઢિયાળા ગામે દિવાળીના પર્વ દરમિયાન આગ લાગવાની ઘટના સામે આવી છે. ગામમાં રોડકાંઠે આવેલા વાઘાભાઈ પીઠાભાઈ પરમારના રહેણાક મકાનના ઉપરના ભાગે સંગ્રહ કરેલા ઘાસચારામાં આગ લાગી હતી. દિવાળીના ફટાકડાનો સળગતો ટુકડો ઘરમાં પડતાં આગ લાગી હોવા

.

700થી 800 પૂળા ઘાસચારો આગની ઝપેટમાં આવ્યો મળતી વિગતો મુજબ, વાઘાભાઈ પરમારના મકાનના ઉપરના ભાગે પશુઓ માટે આશરે 700થી 800 પૂળા ઘાસચારો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જ્યારે મકાનના નીચેના ભાગમાં પરિવારના સભ્યો રહેતા હતા. ઘાસચારામાં આગ લાગતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ગંભીરતા જોઈ મકાનમાં રહેતા પરિવારના સભ્યો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. જેના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.

ઘાસચારો બળીને ખાખ, મકાનને પણ નુકસાન ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો આગ પર કાબૂ મેળવવા માટે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. આગમાં ઘાસચારાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. ઉપરાંત મકાનને પણ નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે પરિવારને મોટું આર્થિક નુકસાન થયું હોવાની ભીતિ છે.

ઉના પંથકમાં બે દિવસમાં આગની બીજી ઘટના ઉના પંથકમાં બે દિવસ દરમિયાન આગ લાગવાની આ બીજી ઘટના બની છે. ગત રાત્રિના સમયે ઉના શહેરના ધ્રુવ કોમ્પ્લેક્સમાં પણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. દિવાળીના પર્વ દરમિયાન ફટાકડાના કારણે આગ લાગવાની ઘટનાઓ સામે આવતાં લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે, નાના સમઢિયાળાની ઘટનામાં પરિવારના સભ્યો સમયસર ઘરની બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links