Mon, Nov 16, 2026Updated 02:19 PM IST
Google Preferred Source CTA

સાંગોદ્રાના રિસોર્ટમાં દારૂ પીતા રાજકોટ-ગોંડલના ચાર શખ્સો ઝડપાયા:તાલાલા પોલીસનો વૃંદાવન ફાર્મ એન્ડ ફેમિલી રિસોર્ટમાં દરોડો; ગુનો નોંધી કાર્યવાહી કરાઈ

જીતેન્દ્ર માંડવીયા | તાલાલા, ગીર સોમનાથ2 દિવસ પેહલા
  • કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સાંગોદ્રા ગામના પાટિયા પાસે મધુરમ પેટ્રોલપંપ નજીક આવેલા વૃંદાવન ફાર્મ એન્ડ ફેમિલી રિસોર્ટમાં દારૂ પીતા 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખ્સોમાં રાજકોટના ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને હર્ષદ સરધારા તેમજ ગોંડલના

.

પોલીસે દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કર્યો દરોડા દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલી 1 પ્લાસ્ટિકની પાણીની બોટલ અને આશરે 200 મિલી દારૂ ભરેલી 1 નાની પ્લાસ્ટિકની બોટલ કબજે કરી હતી. આ ઉપરાંત થમ્સઅપની અડધી ભરેલી બોટલ, જલજીરાનું 1 પાઉચ અને 4 ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ પણ જપ્ત કરવામાં આવ્યા હતા

દિવાળીના તહેવાર નિમિત્તે ફાર્મહાઉસમાં ચેકિંગ દરમિયાન કાર્યવાહી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને તાલાલા તાલુકાના રિસોર્ટ અને ફાર્મહાઉસમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાલાલા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. ગઢવીએ આ ચેકિંગની સૂચના આપી હતી.

સર્વેલન્સ સ્ટાફની ટીમે રિસોર્ટમાં દરોડો પાડી ગુનો નોંધ્યો સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. દેવેન્દ્ર, પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશ અને કૃષ્ણકુમારસિંહ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ રજની અને કપિલે રિસોર્ટમાં દરોડો પાડ્યો હતો. તાલાલા પોલીસે ચારેય શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. ગઢવી, એ.એસ.આઇ. ડી.બી. ગાધે, પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.એ. ડોડીયા અને કે.કે. સોલંકી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links