Mon, Nov 16, 2026Updated 02:24 PM IST
Google Preferred Source CTA

તાલાલામાં જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ બાઇક રેલી નીકળી:ભાવિકોએ જલારામ બાપાને અભિષેક કર્યો, 20થી વધુ પરિવારોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો

જીતેન્દ્ર માંડવીયા | તાલાલા, ગીર સોમનાથ17 કલાક પેહલા
  • કૉપી લિંક

તાલાલામાં જલારામ બાપાની 227મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ બાઇક રેલી અને રંગોળી સ્પર્ધા યોજાઇ. જલારામ મંદિરમાં ભાવિકોએ બાપાને અભિષેક કર્યો અને ધૂન રાખી હતી.

.

સાંજે 8 વાગ્યે લોહાણા મહાજન વાડીથી કેસરી ધજા સાથે બાઇક રેલી નીકળી હતી. રેલી શહેરના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થઇ જલારામ મંદિરે પહોંચી હતી. ત્યાં ભાવિકોએ બાપાનાં દર્શન કર્યા હતા.

રઘુવંશી સમાજના પરિવારો માટે યોજાયેલી રંગોળી સ્પર્ધામાં 20થી વધુ પરિવારોએ ભાગ લીધો હતો. પરિવારની દીકરીઓ અને વહુઓએ રંગોળી બનાવી હતી. પસંદ થયેલી ત્રણ રંગોળીના વિજેતાઓને આવતીકાલે જલારામ જયંતિના દિવસે જાહેર કરી ઇનામ અપાશે.

આવતીકાલે તાલાલા લોહાણા મહાજન અને જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા જલારામ બાપાની 227મી જન્મજયંતિ ઉજવાશે. સવારે જલારામ મંદિરમાં રઘુવંશી સમાજનું સ્નેહમિલન અને મંદિરથી શોભાયાત્રા યોજાશે. બપોરે અને સાંજે નાતજમણવાર, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન તાલાલા લોહાણા મહાજન વાડીમાં કરાયું છે.

તાલાલા લોહાણા મહાજનના પ્રમુખ યોગેશ ઉનડકટ, ઉપપ્રમુખ દીપક માંડવીયા અને જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ પરેશ રાયચુરાએ જણાવ્યું કે 227 વર્ષ પહેલાં જલારામ બાપાના જન્મ સમયે યોગ, નક્ષત્ર, તિથિ અને વારનો ઉત્તમ સંયોગ હતો.

તેમણે રઘુવંશી સમાજ સહિત તમામ ધર્મપ્રેમી લોકોને ઉજવણીમાં જોડાવા અપીલ કરી છે. તાલાલા રઘુવંશી સમાજના વેપારીઓ સોમવારે ધંધા-રોજગાર બંધ રાખીને ઉજવણીમાં જોડાશે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links