- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Talala
- Sasan Gir Railway Gate Blocked Without Notice; Traffic Jam In Talala
રંગકામ માટે સાસણનું રેલવે ફાટક 20 મિનિટ બંધ રહ્યું:સૂચના વિના બંને પિલર પર કામ શરૂ થતાં વાહનોની કતાર લાગી, પ્રવાસીઓ અને સ્થાનિકો પરેશાન
- કૉપી લિંક

તાલાલા-સાસણ-જૂનાગઢ સ્ટેટ હાઇવે પર સાસણ સિંહ સદનથી તાલાલા તરફનું રેલવે ફાટક આજે રંગકામ માટે બંધ કરાયું. ટ્રેન આવવાની નહોતી અને ફાટક બંધ કરવાની કોઈ સૂચના પણ અપાઈ નહોતી. વાહનચાલકો રસ્તા પર અટવાયા.
આ અંગે દિવ્યભાસ્કર દ્વારા તાલાલા રેલવે સ્ટેશનના સ્ટેશન ઓફિસરનો ટેલિફોન સંપર્ક કરાયો હતો. પરંતુ અનરિચેબલ રહ્યો હતો.

દિવાળીના મિની વેકેશનમાં સાસણથી તાલાલા, સોમનાથ અને દીવ તરફ પ્રવાસીઓ તથા સ્થાનિક લોકોનાં ઘણાં વાહનો પસાર થાય છે. ફાટકના બંને પિલર પર રંગકામ શરૂ થતાં વાહનોની કતાર લાગી હતી.

સ્થાનિક વાહનચાલકોએ રંગકામ કરતા લોકોને પૂછ્યું કે ટ્રેન આવી રહી છે કે કેમ. તેમને કહેવામાં આવ્યું કે ફાટક પર રંગકામ ચાલી રહ્યું છે અને થોડી વાર રાહ જોવી પડશે.

ફાટક લગભગ 20 મિનિટ સુધી બંધ રહ્યું. પ્રવાસીઓ અને સ્થાનિક લોકોએ વાહનવ્યવહાર અટકાવનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















