Mon, Nov 16, 2026Updated 02:21 PM IST
Google Preferred Source CTA

સાસણમાં સિંહ દર્શન માટે 25મી સુધી પરમીટ ફૂલ:વનવિભાગે બસ પણ દોડાવી : હજુ પણ બે દિવસ સુધી સતત ટ્રાફિકજામ રહેશે

તાલાલા1 દિવસ પેહલા
  • કૉપી લિંક

ગીર જંગલમાં વિહરતા એશિયાટિક સાવજોને જોવા ગીર ગુજરાત અને દેશ,વિદેશના પ્રવાસીઓનું ફેવરિટ પ્રવાસન સ્થળ બની ચૂક્યું છે. દિવાળીના તહેવારથી પ્રવાસીઓનો અભૂતપૂર્વ ઘસારો સિંહ દર્શન માટે થઈ રહ્યો છે

.

છેલ્લા પાંચ દિવસમાં ગીર જંગલ સફારી અને દેવળીયા સફારી પાર્કની મુલાકાત લઈ અંદાજે 50 હજાર જેટલા પ્રવાસીઓએ સિંહ દર્શન કરવા સાથે ગીર જંગલની વન્ય જીવ સૃષ્ટિને નિહાળી છે.

પ્રવાસીઓના ભારે ઘસારા વચ્ચે સાસણ વન્ય પ્રાણી વિભાગના DCF અગ્નેશ્વરકુમાર વ્યાસના માર્ગદર્શન હેઠળ, ACF ચૌધરી, RFO નટવર રોજસરા સહિત વાઇલ્ડ લાઇફ ડિવિઝનનો સ્ટાફ સવારે છ વાગ્યાથી સતત ફરજો બજાવે છે

ગીર જંગલ સફારી માટે માત્ર ઓનલાઈન બુકિંગ થી ત્રણ સ્લોટમાં 180 પરમીટો અપાતી હોય તે પરમીટો આગામી 25 નવેમ્બર સુધી ફૂલ છે દેવળીયા સફારી પાર્કમાં જીપ્સી અને વન વિભાગની બસો દ્વારા પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે છે જેમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ઘસારો રહેતા વનવિભાગે વધારાની બસો દોડાવવાનું શરૂ કરેલ છે.

ગિરનાર નેચર સફારીમાં પણ સિંહ દર્શન માટે ધસારો‎ ગીર સાથે ગિરનાર નેચર સફારીમાં પણ દિવાળીના તહેવારોમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. પ્રવાસીઓએ વહેલી સવારે રૂટ પર સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. હજુ આગામી 17 તારીખ સુધી ગિરનાર નેચર સફારીમાં તમામ પરમીટો ફૂલ જોવા મળી રહી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links