- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Talala
- Tribal Pride Day In Madhupur; Housing Keys And Benefits Distributed
તાલાલાના માધુપુરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ:લાભાર્થીઓને આવાસની ચાવી, આયુષ્માન અને અંત્યોદય કાર્ડ અપાયાં;જાંબુર ગ્રામપંચાયત ભવનનું લોકાર્પણ
- કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના માધુપુરમાં બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા લેઉવા પટેલ સમાજવાડીમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જૂનાગઢના ધારાસભ્ય
લાભાર્થીઓને આવાસની ચાવી, આયુષ્માન અને અંત્યોદય કાર્ડ અપાયાં કાર્યક્રમ દરમિયાન માધુપુર-જાંબુર અને જાવંત્રી ગામના આદિવાસી લાભાર્થીઓને આદિમજૂથ આવાસ યોજના અને PM-JANMAN આવાસ યોજના હેઠળ મકાનની ચાવીઓ આપવામાં આવી હતી, તેમજ સ્થળ પર જ આયુષ્માન કાર્ડ, અંત્યોદય કાર્ડ અને સમાજ સુરક્ષા યોજનાઓના લાભ વિતરણ કરાયા હતા. આ ઉપરાંત રમતગમત, ભારતીય સેના, પ્રોફેસર, ફોરેસ્ટર, પોલીસ અને નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા વ્યક્તિઓનું સન્માન કરાયું હતું અને જાંબુર ગામની નવી ગ્રામ પંચાયતનું લોકાર્પણ તેમજ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આદિમજૂથ ઉત્કર્ષ યોજનાઓની માહિતી અપાઈ આ પ્રસંગે મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના, PM-JANMAN અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ મળતી આવાસ, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ અને સ્વરોજગારની તકો અંગે માહિતી અપાઈ હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાન બારડ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મહેન્દ્ર પીઠીયા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, તાલાલા તાલુકા પંચાયત પ્રમુખ વિમલ વાડોદરિયા, ડો. સંજય પરમાર અને માધુપુર-જાંબુરના સરપંચ સુલેમાન મજગુલ સહિત આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















