Sun, Nov 29, 2026Updated 05:41 PM IST
Google Preferred Source CTA

ગીર પંથકમાં કેસર કેરીના મોર ફૂટવાનો પ્રથમ તબક્કો શરૂ:45 ગામોમાં બામણાસામાં સૌથી વધુ ફ્લાવરિંગ, 80 ટકાથી વધુ ખેડૂતોના બગીચાઓમાં મોર ખીલ્યા

જીતેન્દ્ર માંડવીયા | તાલાલા, ગીર સોમનાથ1 કલાક પેહલા
  • કૉપી લિંક

કેસર કેરીના સૌથી મોટા ઉત્પાદક વિસ્તાર એવા ગીર પંથકમાં આંબાના વૃક્ષો પર મોર ફૂટવાનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. તાલાલા તાલુકાનાં 45 ગામોમાં કેરીના મોર ફૂટવાની પ્રક્રિયામાં ગીર જંગલની બોર્ડર પર આવેલા બામણાસા ગીર ગામે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ગામમાં આ

.

ગીરના અન્ય વિસ્તારોમાં પણ મોર ફૂટવાની શરૂઆત ગીરના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં હાલ સરેરાશ 10 ટકા જેટલા આંબાઓમાં મોર ખીલી ચૂક્યા છે, જ્યારે બાકીના વિસ્તારોમાં મોર ફૂટવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. આગામી દિવસોમાં ગીર પંથકની આંબાવાડીઓમાં મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ જોવા મળે તેવી શક્યતા છે.

ડિસેમ્બરના મોરને કાતિલ ઠંડીથી નુકસાનની ભીતિ ખેડૂતોના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિનામાં ફૂટતા મોરને કાતિલ ઠંડીના રાઉન્ડ દરમિયાન નુકસાન થવાની ભીતિ રહે છે. બીજી તરફ, ઓક્ટોબરના મધ્યભાગમાં ફૂટેલા મોરમાં 35થી 45 દિવસમાં ફ્લાવરિંગની પ્રક્રિયા શરૂ થાય છે. આ સમયગાળામાં મધ્યમ ઠંડી અને માપસરની ગરમીનું મિશ્ર વાતાવરણ રહેતું હોવાથી કેરીના બંધારણની પ્રક્રિયા સારી રીતે થાય છે. પરિણામે મોર બળી જવાથી થતા નુકસાનની શક્યતા પણ ઘટે છે.

એપ્રિલની શરૂઆતમાં આગોતરી કેરી બજારમાં આવવાની શક્યતા ઓક્ટોબરના મધ્યભાગમાં ફૂટેલા મોરમાંથી બંધાતી મગીયામાંથી તૈયાર થતી કેરી એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ બજારમાં આવી જાય છે. વહેલી કેરીને બજારમાં સારા ભાવ મળવાની શક્યતા હોવાથી ખેડૂતોને આગોતરા પાકનો આર્થિક લાભ મળી શકે છે. ગીર પંથકમાં કેસર કેરીના આંબાઓ પર મોર ફૂટવાની પ્રક્રિયા શરૂ થતાં આગામી દિવસોમાં મોરથી ખીલી ઊઠેલી આંબાવાડીઓનાં મનમોહક દૃશ્યો જોવા મળશે.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links