Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

પ્રાચીમાં સાધુ પર હુમલાના આક્ષેપ સાથે આવેદન:મહોબતપરા-પ્રાચીના ગ્રામજનો અને VHPએ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી, તપાસ, કાર્યવાહી અને સંતો-ભક્તોની સુરક્ષાની માંગ

વજેસિંહ બારડ | સુત્રાપાડા, ગીર સોમનાથ (વેરાવળ)4 દિવસ પેહલા
  • કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થમાં સાધુ-સંતો અને રામભક્તોને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરી મહોબતપરા અને પ્રાચી ગામના ગ્રામજનો, રામભક્તો તથા વિશ્વ હિન્દુ પરિષદ (VHP), પ્રાચીએ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું છે. આવેદન

.

આવેદન મુજબ, પ્રાચી તીર્થમાં મહંત નીતેશદાસજી સાથે વિવાદ કરી ગાળાગાળી અને અશોભનીય ભાષાનો ઉપયોગ કરાયો હતો. વિશ્નુદાસ ઉર્ફે નયન ચારણ અને તેની માતાએ મહંત સાથે અયોગ્ય વર્તન કરી હુમલો કર્યો હોવાનો પણ આક્ષેપ છે. આ ઘટનાથી સાધુ-સંતો અને સ્થાનિક ભક્તોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ હોવાનું આવેદનમાં જણાવાયું છે.

રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે પ્રાચી તીર્થના જાહેર વિસ્તારોમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને વારંવાર હેરાન કરવામાં આવે છે. કેટલાક લોકો ભક્તોને ધમકી આપે છે, ઉદ્ધત વર્તન કરે છે અને અશાંતિ ફેલાવે છે. અગાઉ પોલીસ તપાસ અને કાયદેસરની કાર્યવાહી થઈ હોવા છતાં આ પ્રવૃત્તિઓ અટકી નથી, એવો દાવો કરાયો છે.

આવેદનમાં સંબંધિત વ્યક્તિઓ ચરસ અને ગાંજા સહિતના કેફી દ્રવ્યો લેતા હોવાનો આક્ષેપ કરી પોલીસ તપાસની માંગ કરાઈ છે. તેઓના પોલીસ વિભાગમાં સગાં-સંબંધીઓ હોવાનો ઉલ્લેખ કરીને સ્થાનિક લોકોને અને સાધુ-સંતોને પોલીસ કાર્યવાહી નહીં કરે તેવી ધમકી આપતા હોવાનો પણ આક્ષેપ છે.

સમસ્ત પ્રાચી અને મહોબતપરાના ગ્રામજનો, રામભક્તો તથા VHPએ મહંત નીતેશદાસજી સાથે બનેલી ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. આવેદનમાં નામજોગ ઉલ્લેખ કરાયેલા લોકો અને તેમની સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા તપાસવા તથા ગુનો બનતો હોય તો લાગુ કાયદા હેઠળ ગુનો નોંધવા રજૂઆત કરાઈ છે.

પ્રાચી તીર્થમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, સાધુ-સંતો, પૂજારીઓ અને દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને સુરક્ષા આપવા પણ માંગ કરાઈ છે. કેફી દ્રવ્યોના ગેરકાયદે ઉપયોગ કે વેચાણ અંગે તપાસ કરીને જરૂરી પગલાં લેવા આવેદનમાં જણાવાયું છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links