- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Sutrapada
- Lion Attack In Lati Village | Sajanbhai Makwana Loses Livestock
લાટી ગામે સિંહે 22 બકરીઓનું મારણ કર્યું:વહેલી સવારે વાડામાં ઘૂસ્યો; પશુપાલક સાજણભાઈ મકવાણાને નુકસાન, વન વિભાગે તપાસ શરૂ કરી
- કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે વહેલી સવારે સિંહે વાડામાં ઘૂસીને 22 બકરીઓ મારી નાખી. બકરીઓ પશુપાલક મકવાણા સાજણભાઈ કેચુરભાઈની હતી.
મળતી માહિતી મુજબ, સાજણભાઈ વાડામાં બકરીઓ પાળીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વહેલી સવારે આશરે ચાર વાગ્યે સિંહ વાડામાં ઘૂસ્યો અને બાંધેલી બકરીઓ પર હુમલો કર્યો. આ હુમલામાં કુલ 22 બકરીઓનાં મોત થયાં.
ઘટનાની જાણ થતાં સુત્રાપાડા વન વિભાગને જાણ કરવામાં આવી. ફોરેસ્ટર એન.એન. છેલાણા સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને પ્રાથમિક વિગતો મેળવી. વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાને પગલે સ્થાનિક પશુપાલકોમાં પશુઓની સુરક્ષા અંગે ચિંતા છે. પશુપાલકોનું કહેવું છે કે રાત્રે વાડામાં બાંધેલા પશુઓની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા જરૂરી છે.
સ્થાનિક પશુપાલકોએ વન વિભાગને વિસ્તારમાં વન્યપ્રાણીઓની અવરજવર અંગે તકેદારી રાખવા અને નુકસાનનો નિયમ મુજબ સર્વે કરીને વળતરની કાર્યવાહી ઝડપથી કરવા વિનંતી કરી છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















