- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Anandiben Patel Somnath Temple Visit; Performs Jalabhishek & Puja
આનંદીબેન પટેલે સોમનાથમાં જળાભિષેક કર્યો:ગોલોકધામ, દેહોત્સર્ગ તીર્થ અને ત્રિવેણી સંગમની મુલાકાત લીધી; આવતીકાલે સોમેશ્વર પૂજા કરશે
- કૉપી લિંક

ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહેલાં આનંદીબેન પટેલ આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે સોમનાથની પવિત્ર ભૂમિ પર આવી પહોંચ્યાં હતાં. બપોરે આશરે ચાર વાગ્યાના સુમારે સોમનાથ મંદિર ખાતે

સોમનાથ મહાદેવનાં દર્શન અને પૂજન બાદ રાજ્યપાલ આનંદીબેન પટેલે પ્રભાસતીર્થનાં પવિત્ર ધાર્મિક સ્થળોની મુલાકાતનો કાર્યક્રમ યોજ્યો હતો. તેમણે સૌપ્રથમ શ્રીરામ મંદિર સહિતનાં ધાર્મિક સ્થળોનાં દર્શન કર્યા હતા. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણે પોતાની અંતિમ લીલા રચી સ્વધામ ગમન કર્યું હતું તે પવિત્ર ગોલોકધામ અને દેહોત્સર્ગ તીર્થ ખાતે પહોંચીને દર્શન કર્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણની લીલા સાથે જોડાયેલાં આ પવિત્ર સ્થળોએ તેમણે ધાર્મિક ભાવના સાથે શીશ ઝુકાવ્યું હતું.

ત્યારબાદ રાજ્યપાલ ત્રિવેણી સંગમ ખાતે પહોંચ્યાં હતાં. અહીં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓના પવિત્ર સંગમનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્રિવેણી સંગમ ખાતે તેમણે પોતાના હસ્તે પક્ષીઓને લોટ ખવડાવ્યો હતો. પ્રકૃતિ અને આધ્યાત્મિકતાના સંગમ સમાન આ સ્થળે તેમની મુલાકાત વિશેષ બની રહી હતી. પ્રભાસતીર્થનાં વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ સાગર દર્શન ગેસ્ટ હાઉસ ખાતે પહોંચ્યાં હતાં.

રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે રાત્રિ રોકાણ સોમનાથ સ્થિત સાગર દર્શન ગેસ્ટ હાઉસ ખાતે કરશે. જ્યારે આવતીકાલે સવારે ફરી એકવાર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન કરી સોમેશ્વર પૂજા સહિત વિશેષ પૂજા-અર્ચના કરશે. આ ઉપરાંત આવતીકાલે ભાલકા તીર્થની મુલાકાત લે તેવી પણ સૂત્રો દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ બાદ તેમણે જાન્યુઆરી 2018થી જુલાઈ 2019 દરમિયાન મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત ઓગસ્ટ 2018થી જુલાઈ 2019 સુધી છત્તીસગઢના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો. ત્યારબાદ 29 જુલાઈ 2019થી તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે જવાબદારી નિભાવી રહ્યાં છે.

રાજ્યપાલના સોમનાથ પ્રવાસને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર તેમજ તેમના નિર્ધારિત પ્રવાસ માર્ગો પર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર મુલાકાત દરમિયાન સુરક્ષાની વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















