- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Girgadhada
- Vadviyala School Alumni Meet; Former Students Honour Teachers | Gir Gadhada
વડવીયાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું:શિક્ષકોનું સન્માન કર્યું; સિદ્ધિ મેળવનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો વિચાર રજૂ થયો
- કૉપી લિંક

ગીર ગઢડા તાલુકાના વડવીયાળા ગામની શ્રી જે.એન. ઠાકર હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન 9 નવેમ્બર, 2026ના રોજ શાળાના જૂના બિલ્ડિંગમાં યોજાયું. વર્ષો પછી મળેલા વિદ્યાર્થીઓએ શાળાના દિવસોની યાદો તાજી કરી અને શિક્ષકોનું સન્માન કર્યું.
કાર્યક્રમ પહેલાં જર્જરિત હાલતમાં રહેલા જૂના બિલ્ડિંગની સફાઈ કરાવવામાં આવી હતી. દૂરના વિસ્તારોમાં રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા હતા.

આગામી સ્નેહમિલનને યાદો અને મનોરંજનની સાથે સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ સાથે જોડવાનો વિચાર રજૂ થયો. વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા, ગામડાંમાંથી શહેર તરફનું સ્થળાંતર ઘટાડવાના ઉપાયો શોધવા અને વેવિશાળ તથા લગ્નપ્રથામાં જાગૃતિ લાવવા સૂચન કરાયું.
અગાઉ શિક્ષકોનું સન્માન થઈ ચૂક્યું હોવાથી હવે શાળામાં ભણીને વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો વિચાર રજૂ થયો.
આ યાદીમાં 55 પુસ્તકોના લેખક અને HTAT આચાર્ય ટાંક હસમુખભાઈ, પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ માંગરોળિયા, ભજન ક્ષેત્રે જાણીતા શૈલેષભાઈ અગ્રાવત અને ડમાસા પ્રાથમિક શાળાના વિકાસમાં યોગદાન આપનાર HTAT આચાર્ય નકુમ ભરતભાઈનો સમાવેશ થાય છે.
અનેક ડોક્ટરો તૈયાર કરનાર શાંતિલાલ ખૂંટ સહિત ડોક્ટરો, રાજકીય આગેવાનો, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા લોકો, ડિફેન્સ ફોર્સના કર્મચારીઓ, ઉદ્યોગપતિઓ, ઉત્તમ પશુપાલકો, રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામ કરતા યુવાનો અને મોટા સરકારી કોન્ટ્રાક્ટરોને પણ સન્માનિત કરવાનું સૂચન કરાયું.
આગામી સ્નેહમિલન દ્વારા નવી પેઢીને પ્રેરણા આપવા, સામાજિક જાગૃતિ ફેલાવવા અને ગામના વિકાસમાં સહભાગી થવાની લાગણી વ્યક્ત કરવામાં આવી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















