Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

ધોકડવામાં ભાગવત સપ્તાહનો પોથીયાત્રા સાથે પ્રારંભ:જાલોધરા પરિવારનું સાત દિવસનું આયોજન, આસપાસનાં ગામોના ભક્તો જોડાયા, ડો. મહાદેવ પ્રસાદ મહેતા કથા સંભળાવશે

મનુભાઈ કવાડ | ગીરગઢડા, ગીર સોમનાથ (વેરાવળ)5 દિવસ પેહલા
  • કૉપી લિંક

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે જાલોધરા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પોથીયાત્રા સાથે પ્રારંભ થયો. યાત્રામાં ધોકડવા સહિત આસપાસનાં ગામોના ભક્તો જોડાયા હતા.

.

ડાયાભાઈ ઝાલોધરા અને મનિષભાઈ ઝાલોધરાએ સાત દિવસના આ આયોજનમાં ભાગવતપ્રેમી ભક્તો માટે કથાનું આયોજન કર્યું છે. પ્રથમ દિવસે પરંપરાગત વિધિ સાથે પોથીયાત્રા યોજાઈ હતી.આ સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય વક્તા અને વિદ્યાવાચસ્પતી ડો. મહાદેવ પ્રસાદ મહેતા ભાગવત કથા સંભળાવશે અને તેનું વર્ણન કરશે.

કથા 10થી 16 નવેમ્બર 2026 સુધી દરરોજ સવારે 8થી 11 વાગ્યા દરમિયાન યોજાશે. સ્થળ ધોકડવા ગામે ગીર ગઢડા રોડ પર બલાડ માતાજીના મંદિરની સામે રાખવામાં આવ્યું છે.જાલોધરા પરિવારે ધોકડવા અને આસપાસના વિસ્તારના ભાગવતપ્રેમી ભક્તોને કથામાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links