Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

ધોકડવામાં ભાગવત સપ્તાહમાં રુક્ષ્મણી વિવાહ યોજાયો:બેન્ડવાજા સાથે જાન મંડપમાં આવી; ધારાસભ્યો સહિત ભાવિકો હાજર રહ્યા

મનુભાઈ કવાડ | ગીરગઢડા, ગીર સોમનાથ (વેરાવળ)23 કલાક પેહલા
  • કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે જાલોધરા પરિવાર દ્વારા આયોજિત ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજે છઠ્ઠા દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુક્ષ્મણીના વિવાહનો ભાવસભર અને ભવ્ય પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગે સમગ્ર કથા સ્થળ ભક્તિ, ઉત્સ

.

રુક્ષ્મણી વિવાહ પ્રસંગને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. બેન્ડવાજા અને ભક્તિમય સંગીતના તાલે ભવ્ય જાન મંડપમાં આવી પહોંચતાં જ કથા સ્થળે ઉપસ્થિત ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 'દ્વારકાધીશની જય' અને ભગવાન શ્રીકૃષ્ણના જયઘોષથી સમગ્ર કથા સ્થળ ગુંજી ઉઠ્યું હતું. જાણે ધોકડવામાં દ્વારિકાનગરીનો માહોલ સર્જાયો હોય તેવી ભક્તિમય અનુભૂતિ ભાવિકોએ કરી હતી.

આ પ્રસંગે ફરી એકવાર રાજકીય આગેવાનોનો જમાવડો જોવા મળ્યો હતો. ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિત વિવિધ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી ભગવાન શ્રીકૃષ્ણના રુક્ષ્મણી વિવાહ પ્રસંગના સાક્ષી બન્યા હતા.

આ ઉપરાંત આહિર સમાજના આગેવાનો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો, જાલોધરા પરિવારના સ્નેહીજનો તેમજ ધોકડવા અને આસપાસના ગામોના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું.જાલોધરા પરિવાર દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના દરેક દિવસે ધાર્મિક કાર્યક્રમો સાથે સેવાકીય પ્રવૃત્તિઓનું પણ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉના દિવસોમાં મેડિકલ કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, ગૌસંવર્ધન પૂજા અને માતા-પિતાના પૂજન જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ધોકડવા ગામમાં ચાલી રહેલા આ ભવ્ય ધાર્મિક આયોજનને પગલે સમગ્ર ગીર ગઢડા પંથકમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. જાલોધરા પરિવારના આ સુંદર આયોજનની ભાવિક ભક્તો અને આગેવાનો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links