Wed, Nov 25, 2026Updated 09:28 PM IST
Google Preferred Source CTA

774 જગ્યાના વિવાદમાં 555 પાસ ઉમેદવારો અટવાયા:વિદ્યાસહાયકોની શિક્ષણ વિભાગમાં રજૂઆત, વચગાળાનો રસ્તો કાઢી નિમણૂક આપવાની માગ

ગાંધીનગર32 મિનિટ પેહલા
  • કૉપી લિંક

ગુજરાતમાં ધોરણ 1થી 5ના 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં 774 જગ્યાઓ કોર્ટ કેસને કારણે પેન્ડિંગ રાખવામાં આવતાં TET-1 પાસ ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે બુધવારે અલગ-અલગ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોએ ગાંધીનગરમાં શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી હ

.

ઉમેદવારોએ શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. સાથે જ કોર્ટમાં ચાલી રહેલા કેસને અસર કર્યા વિના વચગાળાનો રસ્તો કાઢીને પાસ થયેલા ઉમેદવારોને શાળા પસંદગી અને નિમણૂક પત્ર આપવાની માગ કરી છે.

શિક્ષણમંત્રીના અંગત સચિવ સાથે મુલાકાત, હકારાત્મક પ્રતિસાદ મળ્યાનો દાવો વિદ્યાસહાયક ભરતીના ઉમેદવાર રાજ ચાવડાએ જણાવ્યું હતું કે, 11 હજારની ભરતીમાં 774 જગ્યાઓ પેન્ડિંગ રહેતાં પાસ થયેલા ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. આ મુદ્દે અમે અલગ-અલગ જિલ્લાઓમાંથી એકત્રિત થઈ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા આવ્યા હતા. આજે અમે શિક્ષણમંત્રીના અંગત સચિવ અંકુરભાઈ ઉપાધ્યાયને મળ્યા હતા.

શિક્ષણમંત્રી હાજર ન હોવાથી તેમની સાથે અમારી વાતચીત થઈ હતી. તેમણે આગામી સમયમાં આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે પૂરતા પ્રયાસો કરવાની હકારાત્મક ખાતરી આપી હોવાનું રાજ ચાવડાએ જણાવ્યું હતું.

'કોર્ટમાં એફિડેવિટ કરીને 555 ઉમેદવારોને નોકરી આપો' ઉમેદવારોની મુખ્ય માગ છે કે 774 જગ્યાઓને લઈને કોર્ટમાં ચાલી રહેલા કેસનો ઉકેલ આવે ત્યાં સુધી બાકીની ભરતી પ્રક્રિયા અટકાવવાને બદલે વચગાળાનો રસ્તો કાઢવામાં આવે. રાજ ચાવડાના જણાવ્યા પ્રમાણે, સરકાર કોર્ટમાં એફિડેવિટ રજૂ કરીને 555 લાયક ઉમેદવારોને નિમણૂક આપી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં જો કોર્ટના નિર્ણય બાદ પિટિશન કરનારા ઉમેદવારોના માર્ક્સમાં સુધારો થાય અથવા તેઓ લાયક ઠરે તો તેમના માટે આગામી ભરતીમાં અલગથી જોગવાઈ કરવામાં આવે અથવા શિક્ષણ વિભાગ ખાલી જગ્યાઓમાંથી તેમના માટે વ્યવસ્થા કરે.

કચ્છમાં 2 હજાર શિક્ષકોની જગ્યા ખાલી હોવાનો દાવો ઉમેદવારોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં અંદાજે 2 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનો તેમનો દાવો છે. આવી સ્થિતિમાં લાયકાત ધરાવતા અને TET-1 પાસ ઉમેદવારોને નિમણૂકથી દૂર રાખવા યોગ્ય નથી.

ઉમેદવારોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ સરકાર કે રાજકીય પક્ષના વિરોધમાં નથી, પરંતુ પોતાના હક અને ન્યાય માટે રજૂઆત કરી રહ્યા છે. જો ટૂંક સમયમાં શાળા પસંદગી અને નિમણૂક આપવામાં નહીં આવે તો ઉમેદવારો પરિવારજનો સાથે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી પણ આપી છે.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links