Thu, Nov 26, 2026Updated 08:46 PM IST
Google Preferred Source CTA

ગાંધીનગરમાં TAT હાયર સેકન્ડરીના ઉમેદવારોનો ચોથા દિવસે પણ સત્યાગ્રહ યથાવત્:100થી વધુ ઉમેદવારોએ ઉઠાવ્યો સવાલ, કહ્યું- "અમે ગુનેગાર નથી, તો આન્સરશીટ બતાવવામાં વાંધો શું?"

2 કલાક પેહલા
  • કૉપી લિંક

TAT હાયર સેકન્ડરીની પરીક્ષાના ઉમેદવારો દ્વારા પોતાની આન્સરવહી બતાવવા અને રિ-એસેસમેન્ટની માગ સાથે શરૂ કરવામાં આવેલું આંદોલન આજે ચોથા દિવસે પણ યથાવત્ રહ્યું છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે 100થી વધુ ઉમેદવારો એકઠા થઈ સરકાર અને રાજ્ય પરીક્ષા બોર્ડ સા

.

‘અમે થોડા ગુનેગાર છીએ? અમારી આન્સરવહી બતાવવામાં વાંધો શું?’ આંદોલનકારી ઉમેદવાર પ્રવીણ સોંદરવાએ જણાવ્યું હતું કે, સોમવારથી શરૂ થયેલું આંદોલન આજે ચોથા દિવસે પહોંચ્યું છે. અમારી મુખ્ય માગણી એ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ અમારી આન્સરવહી બતાવે અને રિ-એસેસમેન્ટની પ્રક્રિયા હાથ ધરે. ઉમેદવાર તરીકે અમને એ જાણવાનો અધિકાર છે કે અમારી ઉત્તરવહીમાં ક્યાં ભૂલ થઈ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ઉત્તરવહી બતાવવામાં શા માટે આનાકાની કરી રહ્યું છે તે સમજાતું નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે બંધારણ દિવસ છે. બંધારણે દરેક નાગરિકને ન્યાય અને સમાનતાનો અધિકાર આપ્યો છે. તો શું અમે આ દેશમાં ગુલામ છીએ? અમે કોઈ ગુનો કર્યો નથી કે અમારી સાથે આવો વ્યવહાર કરવામાં આવે. અમારી આન્સરશીટ બતાવવામાં આવે જેથી અમને ખ્યાલ આવે કે અમે ક્યાં ખોટા છીએ. ક્યાંક કંઈક ગેરરીતિ થઈ હોવાની અમને આશંકા છે.

રીવાબા જાડેજા અને રાજ્ય પરીક્ષા બોર્ડમાં રજૂઆત કરી ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે, આ મામલે તેઓ રાજ્યકક્ષાનાં મંત્રી રીવાબા જાડેજા સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે. આ ઉપરાંત 16 તારીખે રાજ્ય પરીક્ષા બોર્ડના રાજ્યકક્ષાના સચિવ સમક્ષ પણ પોતાની માગણીઓ રજૂ કરવામાં આવી હતી. ઉમેદવારોએ કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાને પણ આ મામલે હસ્તક્ષેપ કરીને રાજ્ય પરીક્ષા બોર્ડને જરૂરી સૂચના આપવા અપીલ કરી છે.

માગ નહીં સંતોષાય તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉમેદવારોએ સ્પષ્ટ કર્યું છે કે જો તેમની ન્યાયિક માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન વધુ ઉગ્ર બનાવશે. સત્યાગ્રહ છાવણી ખાતે જ ઉપવાસ શરૂ કરીને આમરણાંત અંશન કરશે. હાલમાં 100થી વધુ ઉમેદવારો આ આંદોલનમાં જોડાયા છે અને અન્ય ઉમેદવારો પણ ગામડાં તથા શહેરોમાંથી આવી રહ્યા હોવાથી સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરી છે.

ગઈકાલે પોલીસ દ્વારા ડિટેઇન કરાયાનો ઉમેદવારોનો આક્ષેપ આંદોલનકારી ઉમેદવારોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, ગઈકાલે જ્યારે તેઓ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવા સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા ત્યારે પોલીસ અને IBના કર્મચારીઓએ તેમને ડિટેઇન કર્યા હતા. તેમના મોબાઇલ ફોન પણ બળજબરીથી લઈ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વાહનોમાં બેસાડીને સેક્ટર-27 સ્થિત DYSP કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે, તેમને આખો દિવસ ત્યાં રાખવામાં આવ્યા હતા અને પાણી કે ભોજનની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી. તેમની સાથે અપરાધીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.

અમૃતાબેને કહ્યું- ‘શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો’ આંદોલનમાં જોડાયેલાં ઉમેદવાર અમૃતાબેન સોલંકીએ બંધારણ દિવસ નિમિત્તે પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું. બાબાસાહેબ આંબેડકરે દેશના નાગરિકોને સ્વતંત્રતા, સમાનતા, ન્યાય અને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો છે. આ જ અધિકારોના આધારે આજે અમે સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છીએ.

તેમણે વધુમાં કહ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરનો સંદેશ 'શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો' અમારા માટે પ્રેરણારૂપ છે. અમને ગમે એટલી વાર ડિટેઇન કરવામાં આવે કે ગમે એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પરંતુ ન્યાય મેળવવા માટેનો અમારો સંઘર્ષ ચાલુ રહેશે. હવે જોવાનું એ રહેશે કે ઉમેદવારોની આન્સરવહી બતાવવા અને રિ-એસેસમેન્ટની માગ અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ તથા સરકાર તરફથી શું નિર્ણય લેવામાં આવે છે.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links