- Gujarati News
- Local
- Gujarat
- Gandhinagar
- Mansa Farmer Mobile Hacked: 10 Lakh Transferred Via UPI Fraud | Gandhinagar
પાસબુકમાં એન્ટ્રી કરાવતા 10 લાખ ઉપડી ગયાની જાણ થઈ:માણસાના ખેડૂતનો મોબાઇલ હેક કરી UPIથી ખાતામાંથી 10.61 લાખ ટ્રાન્સફર, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
- કૉપી લિંક

માણસા તાલુકાના ઈટાદરા ગામના ખેડૂતનો મોબાઈલ ફોન હેક કરીને સાયબર ઠગોએ બેંક ખાતામાંથી જુદા-જુદા UPI ટ્રાન્જેક્શન મારફતે ₹ 10 લાખ 61 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પાસબુકમાં એન્ટ્રી કરાવતા પૈસા ઉપાડી ગયાની જાણ થઈ માણસાના ઈટાદરા ગામના વડવાળુ ફળીયામાં રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ફરિયાદી અલ્પેશભાઈ સોમાભાઈ પટેલ ઈટાદરા સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં બચત ખાતું ધરાવે છે. 18 નવેમ્બરના રોજ સવારે તેઓ પોતાના ખાતાનું KYC કરાવવા બેંકમાં ગયા હતા. ત્યાં તેમણે ખાતામાં ₹500 જમા કરાવી પાસબુકમાં એન્ટ્રી કરાવતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
1થી 12 ઓક્ટોબરમાં 10.61 લાખ કપાઈ ગયા કેમકે 1 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર દરમિયાન તેમના બેંક ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્જેક્શન દ્વારા ₹ 10,61,000 કપાઈ ગયા હતા. આ અંગે તેમણે તરત જ બેંક મેનેજર સાથે વાત કરતા બેંકમાંથી માહિતી મળી હતી કે તેમના ખાતામાંથી નાણા ટ્રાન્સફર થયા છે.
મોબાઈલ હેકની શક્યતા, પોલીસ ફરિયાદ નોંધાવી ખેડૂતે જણાવ્યું હતું કે, આ પ્રકારના કોઈ ટ્રાન્જેક્શન કર્યાં નથી અને નાણા ડેબિટ થયા અંગે તેમના રજીસ્ટર મોબાઈલ નંબર પર કોઈ મેસેજ પણ આવ્યા ન હતા. આ મામલે બેંક મેનેજરે મોબાઈલ હેક થયો હોવાની શક્યતા દર્શાવી સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવા સલાહ આપી હતી. જેના પગલે ખેડૂતની ફરિયાદના આધારે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















