Fri, Nov 20, 2026Updated 03:13 PM IST
Google Preferred Source CTA

1 ડિસેમ્બરથી ડ્રગ્સ સામે રાજ્યવ્યાપી મહાઅભિયાન:હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક્શન પ્લાન તૈયાર, નશાના કારોબારને ડામવા સરકારનો મોટો નિર્ણય

16 મિનિટ પેહલા
  • કૉપી લિંક

ગુજરાતમાં ડ્રગ્સના ગેરકાયદે કારોબાર અને નશાના વધતા દૂષણને ડામવા રાજ્ય સરકાર હવે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આગામી 1 ડિસેમ્બરથી સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી અભિયાનનો પ્રારંભ કરાશે. આ અભિયાનની તૈયારીઓ અને અમલીકરણ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ

.

બેઠકમાં રાજ્યમાં ડ્રગ્સના ગેરકાયદે વેચાણ, હેરાફેરી અને નશાના નેટવર્ક સામે વધુ આક્રમક કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરાઈ હતી. ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા તત્ત્વો સામે કડક પગલાં લેવા તેમજ રાજ્યમાં નશાના નેટવર્કને તોડવા માટે પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો વચ્ચે સંકલન વધારવા પર ભાર મૂકાયો હતો.

યુવાનોને નશાથી દૂર રાખવા વિશેષ ધ્યાન રાજ્ય સરકારના આ અભિયાનમાં માત્ર ડ્રગ્સના વેપારીઓ સામે કાર્યવાહી જ નહીં, પરંતુ યુવા પેઢીને નશાની લતથી બચાવવા માટે પણ વિશેષ ધ્યાન અપાશે. શૈક્ષણિક સંસ્થાઓ અને સમાજના વિવિધ વર્ગોમાં ડ્રગ્સના જોખમ અંગે જનજાગૃતિ ફેલાવવાની દિશામાં કામગીરી હાથ ધરાશે.

પોલીસ અને સરકારી વિભાગો વચ્ચે સંકલન વધારાશે 1 ડિસેમ્બરથી શરૂ થનારા આ અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સના ગેરકાયદે વેચાણ અને હેરાફેરી સામે કાર્યવાહી કરાશે. ડ્રગ્સના સપ્લાય નેટવર્કને શોધી કાઢવા, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને નશાના દૂષણને અટકાવવા વિવિધ વિભાગો સાથે મળીને કામગીરી કરશે.

રાજ્ય સરકારનો હેતુ ગુજરાતમાં ડ્રગ્સના ગેરકાયદે કારોબાર પર અંકુશ મૂકવાનો અને યુવા પેઢીને નશાથી સુરક્ષિત રાખવાનો છે. હવે 1 ડિસેમ્બરથી શરૂ થનારા આ અભિયાનમાં સરકાર કયા સ્તરે અને કેટલી વ્યાપક કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links