- Gujarati News
- Local
- Gujarat
- Gandhinagar
- Gujarat Budget Commonwealth Games 2030 Focus; Infrastructure Transportation Upgrade Photos VIDEOS
સેમિકન્ડક્ટરથી ગ્રીન હાઇવે સુધી, 27 ગ્રાફિક્સમાં આખું બજેટ:પોલીસકર્મીઓ માટે 20 હજાર ઘર, અમદાવાદ ઓલિમ્પિક રેડી સિટી, કોમનવેલ્થથી લઈ ધોલેરા સર માટે શું શું કર્યું
- કૉપી લિંક

વિધાનસભા સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027 માટે 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને SVP સ્પોર્ટસ એન્ક્લેવના વિકાસ માટે
જ્યારે ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવા માટે 1100 કરોડની જોગવાઈ કરી છે. જ્યારે ઘરનું ઘર આપવા 3 લાખ 15 હજાર આવાસો પણ બનાવવામાં આવશે. જેના માટે 4272 કરોડ ફાળવાયા છે.
આ ઉપરાંત પોલીસ કર્મીઓ માટે 20 હજાર 444 મકાનો પૂરા પાડવા માટે પણ બજેટ ફાળવાયું છે. ઓલિમ્પિકની તૈયારીઓના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પણ વિકાસ કરવામાં આવશે. દરેક મનપામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે.
આ પણ વાંચો: કોપર ખાણથી સ્પેસ સુધી, AIથી ચીપ સુધી, ગુજરાતનું બજેટ 4 લાખ કરોડને પાર; આ જાહેરાતો ઉડીને આંખે વળગી
ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીથી રાજ્યની વૈશ્વિક ઓળખમાં વધારો થયો છે. જેનાથી રમતગમત, પ્રવાસન, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવા ક્ષેત્રોમાં રોકાણ વધવાથી રોજગારીની વિશાળ તકો સર્જાશે. તેમજ આધુનિક સ્ટેડિયમ, માર્ગ, મેટ્રો અને શહેરી સુવિધાઓથી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લાંબાગાળા માટે નિર્માણ થશે.
આ પણ વાંચો: બજેટમાં શહેરો પર સરકાર ઓળઘોળ:ચૂંટણીની સિઝનમાં કર્યો રૂપિયાનો વરસાદ



























ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















