Thu, Nov 26, 2026Updated 08:47 PM IST
Google Preferred Source CTA

સ્વાગતમાં CMનો કડક આદેશ:ગેરકાયદે દબાણ ફરી થાય તો FIR કરો, ખેડૂતોને પ્લોટ ફાળવો, રાજ્ય સ્વાગતમાં 240થી વધુ લોકોની રજૂઆતો સાંભળી

40 મિનિટ પેહલા
  • કૉપી લિંક

સામાન્ય નાગરિકોની ફરિયાદોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો અને સંબંધિત વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. નવેમ્બર-2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જમીનના પ્લોટનો કબજો ન મળવો, ગેરકાયદે દબાણ, ગટ

.

રાજ્ય સ્વાગતમાં 240થી વધુ અરજદારો પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 1,733 અને તાલુકા સ્વાગતમાં 2,149 મળીને કુલ 4,122થી વધુ રજૂઆતો પર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મંજૂર પ્લોટનો કબજો અને સનદ સોંપવા આદેશ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામના એક અરજદારે તેમના પિતાને મંજૂર થયેલા પ્લોટનો કબજો અને સનદ ન મળવા અંગે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને પ્લોટનો કબજો સોંપવા સૂચના આપી હતી. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સાગવાડી ગામના ખેડૂતે ગામતળનો પ્લોટ ફાળવવાની માગ કરી હતી. આ અંગે મુખ્યમંત્રીએ નજીકનાં ગામોમાં જ્યાં પ્લોટ ઉપલબ્ધ હોય ત્યાં અરજદારને પ્લોટ ફાળવવા જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને જણાવ્યું હતું.

ફરી દબાણ થાય તો જવાબદાર સામે FIR અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડિયા તાલુકાના લુણીધર ગામમાં થયેલા ગેરકાયદે દબાણ અંગેની ફરિયાદ પર મુખ્યમંત્રીએ તાત્કાલિક દબાણ દૂર કરાવવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ફરીથી દબાણ કરવામાં આવે તો જવાબદાર વ્યક્તિ સામે FIR નોંધવાની પણ સૂચના આપી હતી.

એક મહિનામાં સબસિડી ચૂકવવા સૂચના રાજકોટના કુવાડવા ગામે આવેલી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને સરકાર તરફથી મળવાપાત્ર સબસિડી અંગેની રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ઉદ્યોગ અને ખાણ વિભાગને એક મહિનામાં અરજદારને સબસિડી મળી જાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

ખેડૂતોના ખેતરમાં ગટરનું પાણી ભરાતું અટકાવવા આદેશ મહેસાણા જિલ્લાના કડી નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનમાં ગટરનું ગંદું પાણી ભરાઈ રહેવાની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ GUDCને ખેતરમાં ગંદું પાણી ભરાતું અટકાવવા યોગ્ય વ્યવસ્થા કરવા અને ગટરલાઇનનું કામ ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.

જમીનનો ઉપયોગ કર્યો તો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરો મોરબી જિલ્લામાં NHAIના રોડના એલાઇનમેન્ટમાં કાયદાકીય પ્રક્રિયા વિના જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને અરજદારની જમીન પરત આપવા કાયદાકીય પ્રક્રિયા સહિત જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના આપી હતી.

અમદાવાદમાં ધાકધમકીથી પડાવેલો મકાનનો કબજો ખાલી કરાવવા આદેશ અમદાવાદના એક અરજદારે તેમના ઘરનો કબજો અન્ય લોકોએ ધાકધમકીથી ગેરકાયદે મેળવી લીધો હોવાની ફરિયાદ કરી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદ કલેક્ટર અને પોલીસ કમિશનરને તાત્કાલિક કાર્યવાહી કરીને ગેરકાયદે કબજો ખાલી કરાવી અરજદારને ઘરનો કબજો સોંપવા સૂચના આપી હતી.

તાંદલજા તળાવનું બ્યુટિફિકેશન ઝડપથી પૂર્ણ કરવા આદેશ વડોદરા શહેરના તાંદલજા તળાવમાં ગટરનું દુષિત પાણી આવતું હોવાની અને તળાવના બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણ ન થઈ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનરને તળાવમાં ગટરનું પાણી આવતું અટકાવવા પાઇપલાઇન નાખવા, જૂની મુખ્ય ગટરલાઇન બદલવા અને બ્યુટિફિકેશનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને નાગરિકોની રજૂઆતો પ્રત્યે હકારાત્મક અભિગમ રાખીને માત્ર ઔપચારિકતા નહીં, પરંતુ સમયમર્યાદામાં સમસ્યાનો વાસ્તવિક ઉકેલ લાવવા તાકીદ કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારીઓ ધીરજ પારેખ અને રાકેશ વ્યાસ સહિત વિવિધ વિભાગોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટરો વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links