Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

દ્વારકામાં રૂા.79.54 કરોડના ખર્ચે આધુનિક ફોરલેન બાયપાસ રોડનું નિર્માણ થશે:કાળીયા ઠાકરની કર્મભૂમિમાં યાત્રાળુઓની દિન પ્રતિદિન વધતી સંખ્યા સાથે વાહન વ્યવહારને લક્ષમાં રાખીને આયોજન

દ્વારકા1 દિવસ પેહલા
  • કૉપી લિંક

ભગવાન દ્વારકાધીશની નગરીમાં યાત્રાળુઓની વધતી સંખ્યા અને સતત વધી રહેલા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ આયોજન હાથ ધરાયુ છે.

.

દ્વારકામાં રૂ.79.54 કરોડના ખર્ચે 4.49 કિલોમીટર લાંબો ચાર માર્ગીય બાયપાસ રોડ બનાવાશે.આ માર્ગનું નિર્માણ આધુનિક સુવિધાઓ અને આકર્ષક ડિઝાઇન સાથે કરવામાં આવનાર હોવાથી યાત્રાધામ દ્વારકાને અનુરૂપ એક ભવ્ય, આઇકોનિક માર્ગ તરીકે તેની ઓળખ ઊભી થશે.

દ્વારકા બાયપાસ રોડના નિર્માણ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે રૂ.131.76 કરોડની વહીવટી અને ટેકનિકલ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ડીટીપી ખર્ચ રૂ.94.94 કરોડ નક્કી કરાયો છે. અમદાવાદની શ્રીજી ઇન્ફ્રાસ્પેસ પ્રા.લિ.ને આ કામગીરી સોંપવામાં આવી છે.

એજન્સીએ અંદાજિત ખર્ચ કરતાં 16.22 ટકા નીચા ભાવે ટેન્ડર રજૂ કરતાં રૂ.79,54,61,924.43ના ખર્ચે કામ હાથ ધરવામાં આવ્યું છે.સમગ્ર બાયપાસનું નિર્માણ 18 માસમાં પૂર્ણ કરવાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.જે મુજબ 28 એપ્રિલ 2028 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે.

બાયપાસ રોડની વિશેષતા એ રહેશે કે, તેમાં વાહન વ્યવહારની સુવિધાની સાથે માર્ગની ગુણવત્તા, સુંદરતા અને સુરક્ષાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. રસ્તાની બંને તરફ વરસાદી પાણીના નિકાલ માટે આધુનિક સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવશે, જેથી ચોમાસા દરમિયાન માર્ગ પર પાણી ભરાવાની સ્થિતિ ઊભી ન થાય.

આ ઉપરાંત સિમેન્ટ કોન્ક્રીટ (CC) પદ્ધતિથી માર્ગ તૈયાર કરવામાં આવશે, જે લાંબા ગાળે મજબૂત અને ટકાઉ સાબિત થશે. વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માર્ગ પર રિફ્લેક્ટિવ સાઇન બોર્ડ, રોડ માર્કિંગ, લેન લાઇન, ઝેબ્રા ક્રોસિંગ, મેટલ ક્રેશ બેરિયર, સેફ્ટી રેલિંગ, કેટ આઈઝ, ડેલિનેટર્સ અને સ્પીડ વોર્નિંગ સાઇન જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

રાહદારીઓની અવરજવર માટે ફૂટપાથ અને ક્રોસિંગ બનાવવામાં આવશે. રાત્રિના સમયે પણ વાહનચાલકોને સરળતા રહે તે માટે આધુનિક સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવશે.

માર્ગની બંને બાજુ ગ્રીન બેલ્ટ, બ્યુટીફિકેશન.. . માર્ગની સુંદરતામાં વધારો કરવા માટે બંને બાજુ ગ્રીન બેલ્ટ, લેન્ડસ્કેપિંગ, મિડિયન ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશનની કામગીરી પણ કરવામાં આવશે. આમ, આ બાયપાસ માત્ર ટ્રાફિકનું ભારણ ઘટાડતો માર્ગ નહીં રહે, પરંતુ દ્વારકાની ધાર્મિક ઓળખ અને યાત્રાધામની ગરિમાને અનુરૂપ સુઆયોજિત, સુંદર અને આકર્ષક આઇકોનિક રોડ તરીકે વિકસિત થશે. દ્વારકામાં પ્રવેશતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આ માર્ગ શહેરની આધુનિક વિકાસયાત્રાની નવી ઓળખ બનશે.

ટ્રાફિકનું ભારણ ઘટશે, વૈકલ્પિક માર્ગ મળશે‎ હાલ દ્વારકામાં તહેવારો, રજાઓ અને ધાર્મિક ઉત્સવો દરમિયાન મોટી સંખ્યામાં‎શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોવાથી શહેરના માર્ગો પર વાહનોનું ભારણ વધી જાય‎છે. આવી સ્થિતિમાં બાયપાસ રોડ તૈયાર થયા બાદ શહેરના આંતરિક‎વિસ્તારોમાં ટ્રાફિકનું દબાણ ઘટાડવામાં મદદ મળશે. બહારથી આવતા વાહનોને‎વૈકલ્પિક માર્ગ મળવાથી યાત્રાળુઓ, સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓની‎અવરજવર વધુ સુગમ બનવાની પણ અપેક્ષા દર્શાવાઇ રહી છે.‎

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links