- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- Khambhaliya
- Massive Fire Breaks Out In Scrap Warehouse In Khambhaliya GIDC, Panic Ensues
ખંભાળિયા GIDCમાં ભંગારના ગોદામમાં ભીષણ આગ, દોડધામ:3 ફાયર ફાઈટર, 2 ટેન્કરથી પાણીના મારા બાદ આગ બુઝાઈ
- કૉપી લિંક

જામખંભાળિયા શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં ગત તા.11 ના રોજ બપોર બાદ અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ગોડાઉનમાં રાખેલો મોટા ભાગનો ભંગારનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આગ એટલી ભીષણ હતી કે, તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેના પગલે ભય અને કુતૂહલવશ આસપાસ લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ત્રણથી વધુ ફાયર ફાઈટરો તેમજ બે પાણીના ટેન્કર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ફાયર જવાનો અને સ્થાનિક લોકોએ સાથે મળીને સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ દુર્ઘટનામાં મોટું આર્થિક નુકસાન થયું હોવા છતાં સદનસીબે જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















