Mon, Nov 16, 2026Updated 02:21 PM IST
Google Preferred Source CTA

દ્વારકામાં યાત્રાળુઓને નિશાન બનાવતી ટોળકીના 6 સભ્યો ઝડપાયા:પોલીસે રૂ.3.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

આનંદભાઈ લાલ | ખંભાળિયા, દ્વારકા ખંભાળિયા2 દિવસ પેહલા
  • કૉપી લિંક

દ્વારકામાં દિવાળી વેકેશન દરમિયાન યાત્રાળુઓના ખિસ્સા અને પાકીટમાંથી રોકડ તથા મોબાઈલ ચોરતી ટોળકીના 6 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ટોળકી શ્રી દ્વારકાધીશ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ભીડનો લાભ લેતી હતી.

.

ખાનગી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રાજકોટ અને જૂનાગઢના 6 શખ્સોને પકડ્યા હતા. પૂછપરછમાં તેઓ મેળા-તહેવારોમાં ભીડનો લાભ લઈને લોકોને નિશાન બનાવી ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.40 લાખ રોકડા, રૂ.41 હજારની કિંમતના 5 મોબાઈલ ફોન અને રૂ.2 લાખની સ્વિફ્ટ કાર કબજે કરી છે. કુલ રૂ.3.81 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. દ્વારકા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. જાડેજા, પી.એસ.આઈ. આર.એલ. ચોપડા અને સર્વેલન્સ ટીમ તેમાં સામેલ હતી.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links